વૃક્ષના પાંદડા ઉપરની ધુળ દુર કરવા મીસ્ટ મશીનથી સ્પ્રે કરાશે

અંદાજે ૯૦થી ૯૫ ફુટની લંબાઈમાં સ્પ્રે કરવાથી પોલ્યુશનમાં ઘટાડો થતો હોવાનો મ્યુનિ.તંત્રે દાવો કર્યો

Updated: Dec 10th, 2023


Google NewsGoogle News

     વૃક્ષના પાંદડા ઉપરની ધુળ દુર કરવા મીસ્ટ મશીનથી સ્પ્રે કરાશે 1 - image

  અમદાવાદ,શનિવાર, 8 ડીસેમ્બર,2023

અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા હવાના પ્રદૂષણમાં ઘટાડો કરવા શહેરમાં આવેલા વૃક્ષ ઉપરની ધુળ દુર કરવા મીસ્ટ મશીનથી સ્પ્રે કરવામાં આવશેે.એર કવોલીટી ઈમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત હવામાં ઘુળના રજકણ તથા રોડ ડસ્ટના કારણે થતા હવાના પ્રદૂષણને ઘટાડવા માટે રુપિયા ૪૪ લાખ ઉપરાંત જી.એસ.ટી.ચુકવી મીસ્ટ મશીન ખરીદવામાં આવ્યુ છે.મીસ્ટ મશીનને તેની જમણી અને ડાબી બાજુમાં તેની કેનનને ફરતી રાખી ૨૫ માઈક્રોન સાઈઝના વોટર પાર્ટિકલ્સ સ્પ્રેને આધારે અંદાજે ૯૦થી ૯૫ ફુટની લંબાઈમાં  સ્પ્રે કરવાથી પોલ્યુશનમાં ઘટાડો થતો હોવાનો મ્યુનિ.તંત્રે દાવો કર્યો છે.કચરાની પિરાણા ખાતે આવેલી મુખ્ય ડમ્પિંગ સાઈટ ઉપર વેસ્ટ સેગ્રિગેશનની સતત ચાલતી પ્રોસેસને લઈ હવામાં ફેલાતી ડસ્ટથી થતા પ્રદૂષણને ઘટાડવા કામગીરીના સ્થળે મીસ્ટમશીનથી સ્પ્રે કરવામાં આવે છે.આગામી સમયમાં આ પ્રકારના વધુ મશીન ખરીદ કરી શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા વૃક્ષ ઉપરના પાંદડા ઉપરની ધુળ દુર કરવા મીસ્ટ મશીનથી સ્પ્રે કરવામાં આવશે.


Google NewsGoogle News