મ્યુનિ.હેલ્થ વિભાગ એલર્ટ મોડ ઉપર અમદાવાદમાં કોરોનાનાનવા jn.1 વેરિયન્ટને લઈ રેન્ડમ ટેસ્ટ કરાશે
અર્બન-કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે મ્યુનિ. તંત્ર તરફથી ટેસ્ટીંગની વ્યવસ્થા કરવામાં આવશે
અમદાવાદ,મંગળવાર,19 ડિસેમ્બર,2023
કોરોના વાઈરસના નવા
વેરિયન્ટ jn.૧ને લઈ અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ વિભાગને
એલર્ટ મોડ ઉપર મુકવામાં આવ્યુ છે.કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી
એડવાઈઝરીના પગલે અમદાવાદમાં પણ રેન્ડમ ટેસ્ટ કરવા તંત્ર તરફથી કવાયત શરુ કરાઈ છે.
વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલા મ્યુનિ.હસ્તકના અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર
ખાતે તંત્ર તરફથી ટેસ્ટીંગની વ્યવસ્થા કરવામાં આવશે.
દેશમાં ફરી એકવખત ગુજરાત સહિતના રાજયમાં વધી રહેલા કોરોનાના
કેસને પગલે અમદાવાદમાં પણ કોરોનાના સંભવિત આક્રમણ સામે મ્યુનિ.ના હેલ્થ વિભાગને
સતર્ક કરવામાં આવ્યુ છે.મ્યુનિ.તંત્ર દ્વારા કોરોનાનુ રેન્ડમ ટેસ્ટીંગ કરવા અર્બન
અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે તૈયારી કરી લેવામાં આવી હોવાનુ
સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.આગામી સમયમાં શહેરમાં જયાં ભીડ વધુ થતી હોય
એવા સ્થળોએ પણ મ્યુનિ.તંત્ર તરફથી રેન્ડમ ટેસ્ટ કરાશે.