Get The App

વીકલી રીવ્યુ બેઠકમાં મ્યુનિ.કમિશનરે શહેરમાં રખડતા પશુઓને લઈ અધિકારીનો ઉધડો લઈ નાંખ્યો

જોઈતી તમામ સુવિધા આપવા છતાં રોજ પંચાવન પશુ પકડાય છે,થેન્નારસન

Updated: Nov 23rd, 2022


Google NewsGoogle News

       વીકલી રીવ્યુ બેઠકમાં મ્યુનિ.કમિશનરે  શહેરમાં રખડતા પશુઓને લઈ અધિકારીનો ઉધડો લઈ નાંખ્યો 1 - image

 અમદાવાદ,બુધવાર, 23 નવેમ્બર,2022

મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામા મળેલી વીકલી રીવ્યુ બેઠકમાં શહેરમા રખડતા પશુઓની સમસ્યાને લઈ ઢોર ત્રાસ અંકુશ વિભાગના અધિકારીનો ઉધડો લઈ લેવાયો હતો.તમને જોઈતી તમામ સુવિધા આપવા છતાં રોજના પંચાવન પશુ પકડાય એ કેવી રીતે સ્વીકારી શકાય એમ કમિશનરે કહેવુ પડયુ હતુ.

મ્યુનિસિપલ કમિશનર તરીકે હોદ્દો સંભાળ્યા બાદ એમ.થેન્નારસને મ્યુનિ.તંત્રના તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને દોડતા કરી દીધા છે.શહેરમા કરવામા આવતી સફાઈની કામગીરીને લઈ કડક વલણ અપનાવ્યા બાદ આજે મળેલી અધિકારીઓ સાથેની વીકલી રીવ્યુ કમિટીની બેઠકમાં તેમણે હાઈકોર્ટના આદેશ બાદ પણ શહેરના વિવિધ વિસ્તારમાંથી ઢોર ત્રાસ અંકુશ વિભાગ તરફથી રોડ ઉપર રખડતા ઢોર પકડવા અંગે કરવામા આવતી કામગીરીને લઈ સી.એન.સી.ડી.ના અધિકારી ઉપર પસ્તાળ પાડી હતી.સાત ઝોનમા રખડતા પશુ પકડવા માટે તમને ત્રણ શિફટ મુજબ સ્ટાફ આપ્યો ઉપરાંત વાહનો પણ આપ્યા આમ છતાં રોજના પંચાવન રખડતા પશુ તમારા વિભાગ દ્વારા પકડવામા આવે છે .સામે રખડતા પશુ પકડવાની ફરિયાદો સતત વધતી રહી છે.

રોડ રીસરફેસ કામગીરીને લઈ ઈજનેરોનો કલાસ લીધો

શહેરમા ચોમાસાની મોસમમા બિસ્માર બનેલા રસ્તાઓ રીસરફેસ કરવા ૩૧ ઓકટોબર સુધીની ડેટલાઈન મ્યુનિ.ના સાત ઝોનના એડીશનલ સીટી ઈજનેરોને આપવામા આવી હતી.આમ છતાં હાલમા પણ શહેરના અનેક વોર્ડમા રોડ રીસરફેસ કરવાની કામગીરી હાથ ધરાઈ નથી.આ મામલે મ્યુનિ.કમિશનરે જવાબ માંગતા એક એડીશનલ સીટી ઈજનેરે સર કોન્ટ્રાકટરોની હડતાળ ચાલતી હતી.ત્યારે કમિશનરે આ અધિકારીને રોકડુ પરખાવતા કહયુ,હડતાળ એક દિવસ હતી.પણ તમામ ઝોનમા રોડ રીસરફેસ કરવા જે ટાર્ગેટ આપવામા આવ્યો હતો એ પ્રમાણે કામગીરી કેમ થતી નથી કહેતા અધિકારીઓ જવાબ આપી શકયા નહોતા.



Google NewsGoogle News