બાંધકામ સાઈટના સ્થળે ગ્રીનનેટ લાગેલી નહીં હોય તો એસ્ટેટ કર્મચારીઓ સામે કાર્યવાહી કરાશે

દબાણોને લઈને પણ મ્યુનિ.કમિશનરે સંબંધિત અધિકારીઓનો ઉધડો લીધો

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News

     બાંધકામ સાઈટના સ્થળે ગ્રીનનેટ લાગેલી નહીં હોય તો એસ્ટેટ કર્મચારીઓ સામે કાર્યવાહી કરાશે 1 - image

  અમદાવાદ,બુધવાર,25 ઓકટોબર,2023

બાંધકામ સાઈટના સ્થળે ગ્રીન નેટ લગાવવાના નિયમ  છતાં કેટલાક ડેવલપર દ્વારા ગ્રીનનેટ લગાવાતી નહીં હોવાનું  મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસનના ધ્યાનમાં આવતા તેમણે એસ્ટેટ વિભાગના અધિકારીઓને આડેહાથ લીધા હતા.મ્યુનિ.કમિશનર પૂર્વ અમદાવાદના કેટલાક વિસ્તારમાં રાઉન્ડમાં ગયા હતા.એ સમયે આ બાબત તેમના ધ્યાનમાં આવી હતી.એસ્ટેટના એક અધિકારીએ ગ્રીન નેટ નહીં લગાવનારા ડેવલપરને રુપિયા ત્રણ લાખનો દંડ કર્યો હોવાની દલીલ કરતા મ્યુનિ.કમિશનરે તેની રજા ચિઠ્ઠી રદ કેમ ના કરી,બાંધકામ સીલ કયા કારણથી ના કરાયુ એમ કહી હવે જો આ પ્રકારે શહેરના કોઈ પણ વિસ્તારમાં બાંધકામ સાઈટ ઉપર ગ્રીન નેટ લાગેલી જોવા નહી મળે તો એસ્ટેટના કર્મચારીઓ અને અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવા સુધીની ચિમકી મ્યુનિ.કમિશનરે અધિકારીઓ સાથેની બેઠકમાં આપવી પડી હતી.રખડતા ઢોર પકડવાની ઢીલી કામગીરી તથા રોડ ઉપરના દબાણોને લઈને પણ મ્યુનિ.કમિશનરે સંબંધિત અધિકારીઓનો ઉધડો લીધો હતો.


Google NewsGoogle News