Get The App

અમદાવાદ મ્યુનિ.બોર્ડ બેઠકમાં પેલેડિયમ-TRP મોલની આકારણીના મામલે સત્તાધારી પક્ષ ભરાઈ પડયો

મ્યુ.અધિકારીએ બંને મોલની આકારણીને લઈ સ્થિતિ સ્પષ્ટ કરી,તંત્ર -શાસકપક્ષ વચ્ચે સંકલનનો અભાવ

Updated: Feb 23rd, 2024


Google NewsGoogle News

   અમદાવાદ મ્યુનિ.બોર્ડ બેઠકમાં પેલેડિયમ-TRP મોલની આકારણીના મામલે સત્તાધારી પક્ષ ભરાઈ પડયો 1 - image  

  અમદાવાદ,શુક્રવાર,23 ફેબ્રુ,2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડ બેઠકમાં શહેરના પેલેડિયમ અને ટી.આર.પી.મોલની આકારણી ભાડુઆતના ધોરણે જ ચાલતી હોવાનો વિપક્ષનેતાએ ઘટસ્ફોટ કરતા સત્તાધારી પક્ષ આકારણીના મામલે ભરાઈ પડયો હતો.મ્યુનિ.અધિકારીઓએ જ બંને મોલની આકારણીને લઈ સ્થિતિ સ્પષ્ટ કરતા સત્તાધારી પક્ષ ભરાઈ પડયો હતો.

મ્યુનિ.બોર્ડ બેઠકમાં વિપક્ષનેતાએ પેલેડિયમ અને ટી.આર.પી.મોલની ૮૮૦ મિલકતની સેલ્ફના ધોરણે આકારણી કરાઈ હોવાની બાબતને મુદ્દે રજૂઆત કરી હતી.રેવન્યુ કમિટિના ચેરમેન અનિરુધ્ધસિંહ ઝાલાએ શુક્રવારે રેવન્યુ કમિટિની બેઠક બાદ પેલેડિયમ અને ટીઆરપી મોલની ૮૮૦ મિલકત પૈકી મોટાભાગની મિલકતની સેલ્ફના ધોરણે આકારણી કરાઈ હોવાનુ કહી ઉત્તર-પશ્ચિમઝોનના ડેપ્યુટી એસેસર એન્ડ ટેકસ કલેકટરને શો-કોઝ અપાશે એમ કહયુ હતુ.વિપક્ષનેતાએ મ્યુનિ.ના અધિકારીઓ રેવન્યુ કમિટિ ચેરમેન જેવાને બેવકૂફ બનાવતા હોવાનુ કહેતા ભાજપના મહાદેવ દેસાઈએ  અધિકારીનુ નામ આપવા કહેતા વિપક્ષનેતાએ કહયુ,મનીષભાઈએ મને માહિતી આપી છે.જો એમણે આપેલી માહિતી ખોટી હોય તો સસ્પેન્ડ કરો.એમ કહેતા હોબાળો મચી ગયો હતો.ઉત્તર-પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિહિર પટેલે પેલેડિયમ મોલની તમામ દુકાન અને ઓફિસની ભાડુઆતના ધોરણે આકારણી કરવામાં આવી હોવાની સાથે ફકત મોલની વહીવટી ઓફિસ તથા પાર્કિંગની સેલ્ફના ધોરણે આકારણી કરાઈ હોવાનુ કહયુ હતુ.ઉપરાંત બોપલમાં આવેલ ટી.આર.પી.મોલની ૮૧૦ દુકાન-ઓફિસ પૈકી ૪૯૫ ઓફિસ-દુકાન બંધ હાલતમાં છે.૨૫૧ દુકાન-ઓફિસની ભાડુઆતના ધોરણે આકારણી કરાઈ છે.૧૭ દુકાન નવી ભાડે અપાતા અરજદાર પાસે ભાડા કરાર મંગાવાયા છે.૪૭ દુકાન-ઓફિસની આકારણી સેલ્ફના ધોરણે ચાલે છે.અમદાવાદ મ્યુનિ.એ વર્ષ-૨૦૨૪-૨૫ના વર્ષ માટે રુપિયા ૧૨ હજાર કરોડથી વધુની રકમનુ વાર્ષિક બજેટ મંજૂર કર્યુ છે.આમ છતાં પાંચ વર્ષમાં મ્યુનિ.ઓડિટ વિભાગે મ્યુનિ.ના વિવિધ વિભાગના કાઢેલા ૩૬૯૦૦ ઓબ્જેકશનમાંથી માત્ર ૫૧૯૦ ઓબ્જેકશનનો જ નિકાલ કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News