Get The App

અમદાવાદમાં SG હાઈવે પર કારે અચાનક બ્રેક લગાવતા અનેક વાહનો અથડાયા, ઈજાના કોઈ સમાચાર નહીં

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
અમદાવાદમાં SG હાઈવે પર કારે અચાનક બ્રેક લગાવતા અનેક વાહનો અથડાયા, ઈજાના કોઈ સમાચાર નહીં 1 - image


Accident Incident Near Acropolis Mall : અમદાવાદના એસજી હાઈવે પર અકસ્માતની ઘટના સર્જાય હતી. જેમાં થલતેજના એક્રોપોલિસ મોલ પાસે અનેક વાહનો અથડાયા હોવાનું સામે આવ્યું. જો કે, અકસ્માતની ઘટનામાં કોઈને ગંભીર ઈજાઓ પહોંચી ન હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ કાબુમાં લીધી હતી અને કયા કારણોસર અકસ્માતની ઘટના સર્જાય તેને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.  

એસજી હાઈવે પર અનેક વાહનો અથડાયા

અમદાવાદ શહેરના એસજી હાઈવે પર આવેલા એક્રોપોલિસ મોલ પાસે આજે શુક્રવારે ઘણાં-બધાં વાહનો વચ્ચે અથડામણ થયો હતો. જેમાં બે ફોર-વ્હીલર અને એક ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક અહેવાલો અનુસાર, એક ફોર વ્હીલે અચાનક બ્રેક લગાવતા પાછળ આવતું વાહન તેની સાથે અથડાયું હતું. આ સાથે એક ટ્રક પણ અથડાતા અકસ્માત સર્જાયો હતો. 

અમદાવાદમાં SG હાઈવે પર કારે અચાનક બ્રેક લગાવતા અનેક વાહનો અથડાયા, ઈજાના કોઈ સમાચાર નહીં 2 - image

આ પણ વાંચો: મોટા સમાચાર: BZ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ, મહેસાણા જિલ્લામાંથી ભાગેડુ ઝડપાયો

સમગ્ર ઘટનામાં કોઈપણ વ્યક્તિને ઈજા પહોંચી ન હતી.  જો કે, એક સાથે ઘણાં વાહનોનો અકસ્માત સર્જાતા હાઈવે પર વાહનવ્યવહાર થોડા સમય માટે ખોરવાઈ ગયો હતો. ઘટનાની જાણ પોલીસને થતાની સાથે સ્થળ પર આવી પહોંચીને સ્થિતિ કાબુમાં લેવામાં આવી હતી અને અધિકારીઓ દ્વારા ડ્રાઈવરોને સલામત અંતર જાળવીને વાહન ચલાવા સહિતની સૂચના આપી હતી. જ્યારે કયા કારણોસર અકસ્માતની ઘટના સર્જાય તેને લઈને પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવશે. 


Google NewsGoogle News