Get The App

જામનગરમાં વીવીઆઈપી મહેમાનો માટે લક્ઝુરિયસ ટેન્ટની સુવિધા, મોટી ખાવડી ગામે પહોંચી દેશવિદેશની હસ્તીઓ

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રિ વેડિંગ માટે જામનગર એરપોર્ટને વિખ્યાત બાંધણીથી સુશોભિત કરાયું

Updated: Mar 1st, 2024


Google NewsGoogle News
જામનગરમાં વીવીઆઈપી મહેમાનો માટે લક્ઝુરિયસ ટેન્ટની સુવિધા, મોટી ખાવડી ગામે પહોંચી દેશવિદેશની હસ્તીઓ 1 - image


Anant Ambani-Radhika Merchant's pre-wedding : જામનગરના મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ટાઉનશિપમાં અનંત અને રાધિકાની પ્રિ વેડિંગ સેરેમની શરુ થઈ ગઈ છે. આજથી ત્રણ દિવસ સુધી ચાલનારા પ્રિ વેડિંગ સમારોહમાં બોલિવૂડ સ્ટાર્સ, દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ, ભારતીય ક્રિકેટરોનું જામનગરમાં આગમન થઈ ગયું છે. જામનગર એરપોર્ટ પર મોટી સંખ્યામાં સેલિબ્રિટીનું આગમન થયું હોવાથી જામનગરનાં એરપોર્ટને જામનગરની સુવિખ્યાત બાંધણીથી સુશોભિત કરવામાં આવ્યું છે.

સાઈના નેહવાલે સોશિયલ મીડિયામાં શેર કર્યો વીડિયો

જામનગર ખાતે અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે જીવનનો નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છે. આ બંને જુલાઈમાં લગ્ન કરી રહ્યા છે ત્યારે જામનગરમાં આજથી તેમના ત્રણ દિવસીય પ્રિ વેડિંગ સેરેમનીનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં દેશ-વિદેશના વીવીઆઈપી મહેમાનો પહોંચી રહ્યા છે ત્યારે આ મહેમાનો માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અનંત અને રાધિકાના પ્રિ વેડિંગ ફંક્શનની તૈયારી થઈ ગઈ છે. આ ઇવેન્ટ માટે સજાવટ કરાઈ છે, તેના અદભૂત દૃશ્યની ઝલક આપતો એક વીડિયો સાઈના નેહવાલે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાની પ્રિ વેડિંગની ભવ્ય ઉજવણીની એક ઝલક શેર કરી છે. આ વીડિયોમાં વીવીઆઈપી મહેમાનો માટે કરવામાં આવેલી ટેન્ટની વ્યવસ્થા પણ જોઈ શકાય છે.

ધોની સચિન પણ પરિવાર સાથે જામનગર પહોંચ્યા

અનંત-રાધિકાના પ્રિ વેડિંગ ફંકશનમાં હાજરી આપવા માટે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પત્ની સાક્ષી સાથે જામનગર પહોંચી ગયા છે. ધોનીને જોવા માટે એરપોર્ટ પર ચાહકોની ભીડ ઉમટી પડી હતી અને એરપોર્ટ પર ધોની-ધોની ગુંજી ઉઠ્યું હતું. તેમની પહેલા અનિલ અંબાણી તેમના પરિવાર સાથે જામનગર પહોંચ્યા હતા. આ ઉપરાંત ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર તેમજ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા પણ પરિવાર સાથે જામનગર પહોંચ્યા હતા. 

જામનગરમાં વીવીઆઈપી મહેમાનો માટે લક્ઝુરિયસ ટેન્ટની સુવિધા, મોટી ખાવડી ગામે પહોંચી દેશવિદેશની હસ્તીઓ 2 - image

ઇવાન્કા ટ્રમ્પ પણ જામનગર પહોંચી

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા માટે અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાન્કા ટ્રમ્પ પણ જામનગર પહોંચી ગઈ છે.

આ ક્રિકેટરો પહોંચ્યા જામનગર

આ પ્રખ્યાત હસ્તીઓ જામનગર પહોંચી 

બિઝનેસ અને ફિલ્મ જગતની જાણીતી હસ્તીઓ ઉપરાંત ખેલ જગતના સ્ટાર્સ પણ જામનગર પહોંચી ગયા છે. વેસ્ટ ઈન્ડિઝનો ક્રિકેટર ડ્વેન બ્રાવો, ભારતીય બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ, ક્રિકેટર ઝહિર ખાન જામનગર પહોંચી ગયા છે. આ સિવાય રાશિદ ખાન પણ અંબાણીના ફંક્શનમાં હાજરી આપવા પહોંચ્યા છે. પૂર્વ BP CEO બોબ ડુડલી, BP CEO મુરે ઑચીનક્લૉસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પીએમએસ પ્રસાદ પણ અનંત રાધિકાના લગ્ન પહેલાના કાર્યોમાં હાજરી આપવા માટે જામનગર પહોંચ્યા છે. આ ઉપરાંત ડીએલએફના અધ્યક્ષ કેપી સિંહ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે. 

જામનગરમાં આગમન ચાલું છે

અનંત અને રાધિકાની પ્રિ વેડિંગ સેરેમનીમાં હાજર રહેવા માટે સ્ટાર્સનું જામનગરમાં આગમન ચાલુ છે. જેમાં બોલિવૂડની સાથે સાઉથના સ્ટાર્સ પણ જોવા મળશે. ફિલ્મ 'જવાન'ના દિગ્દર્શક એટલી પણ પરિવાર સાથે જામનગર પહોંચી ગયા છે. સ્ટારકિડ્સમાં લોકપ્રિય સોશિયલ મીડિયા સેન્સેશન ઓરી પણ સમારોહમાં હાજરી આપવા જામનગર પહોંચ્યા છે. આ સિવાય દીપિકા-રણવીર પણ જામનગર પહોંચી ગયા છે.

જામનગરની રંગબેરંગી બાંધણીનાં શણગારે ભારે આકર્ષણ જમાવ્યું

દેશ વિદેશના મહેમાનો માટે એરપોર્ટ ઉપર જામનગરની રંગબેરંગી બાંધણીનાં શણગારે ભારે આકર્ષણ જમાવ્યું હતું. તેમજ ગુજરાતી રાસ ગરબાની રમઝટ મોડી રાત્રિ સુધી ચાલતી રહી હતી. રિલાયન્સ પરિવારનાં પ્રિ વેડિંગ સમારોહમાં ભાગ લેવા માટે બુધવારે મોડી રાત્રિનાં મુંબઈથી જાણીતા ફિલ્મ અભિનેતા સલમાન ખાન આવી પહોંચતા અંબાણી પરિવાર દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના માટે હાજર રાખવામાં આવેલી ખાસ રોલ્સરોય કારમાં તેઓને મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ટાઉનશિપમાં લઈ જવામાં આવ્યા હતાં. દરમિયાન આજે બોલિવૂડનાં જાણીતા અભિનેતા શાહરૂખ ખાન, તેમના પત્ની ગૌરી ખાન, પુત્ર આર્યન ખાન ફિલ્મ અભિનેતા રણબીર કપૂર, આલિયા ભટ્ટ નીતુ સિંગ, અર્જુન કપૂર ઉપરાંત દુબઈનાં ઉદ્યોગપતિ મોહમ્મદ અલ અબર એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતા. 

બુધવારે અંબાણી સહિત પરિવારજનોએ ગ્રમજનોને સ્નેહ ભોજન કરાવ્યું

બુધવારે સમગ્ર વિસ્તારનાં ગામડાંમાં જઈને રિલાયન્સ ગ્રૂપનાં ચેરમેન મુકેશ અંબાણી નીતા અંબાણી સહિત પરિવારજનોએ ગ્રામજનોને સ્નેહ ભોજન કરાવી માનવ સેવા એ જ માધવ સેવાની લાગણી વ્યકત કરી હતી. જુદા જુદા 10 ગામનાં 51 હજારથી વધુ લોકોને પ્રસંગમાં સહભાગી બનાવ્યા હતા. રાત્રિનાં ડાયરામાં પણ મોટી સંખ્યામાં સમગ્ર વિસ્તારનાં લોકો ઉમટયા હતા. ગામોની મુલાકાત લેવા આ વિસ્તારની મહિલાઓએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં ઓવારણા લઈ આર્શિવાદ આપ્યા હતા.

એરપોર્ટ પર રાસ ગરબાની રમઝટથી સ્વાગત

જામનગરના એરપોર્ટ પર જામનગર અંબાણી પરિવાર દ્વારા એક બાંધણીથી સજાવટ કરાયેલું વિશેષ સ્ટેજ બનાવાયું છે અને ને તે સ્ટેજ પરથી ગુજરાતી ગીત-સંગીત અને તે રાસ ગરબાની રમઝટ સાથે દેશી-વિદેશી મહેમાનોને આવકારવામાં આવી રહ્યા છે. મહેમાનો પણ તે રાસ-ગરબાની રમઝટ સાથે પોતે પણ ગરબા કરીને અભિવાદન ઝીલી રહ્યા છે.

જામનગરના એરપોર્ટ પર લક્ઝુરિયસ કારનો જમાવડો

આ પ્રિ વેડિંગ ફંક્શનમાં ભાગ લેવા આવી રહેલા દેશ-વિદેશના મહેમાનોને જામનગર એરપોર્ટ પરથી વિવિધ કારમાં મોટી ખાવડી ગામમાં પહોંચાડાઈ રહ્યા છે. આ લોકો માટે અંબાણી પરિવારે એરપોર્ટ પર રોલ્સ રોયસ, બીએમડબલ્યુ, રેન્જ રોવર, જી વેગન, ફોક્સ વેગન જેવી અનેક લક્ઝુરિયસ કાર તહેનાત કરી છે. આ દરમિયાન રિહાનાને લઈ જવા આવેલી એનિમલ પ્રિન્ટ ધરાવતી કાર સૌથી આકર્ષણનું કેન્દ્ર બની હતી.

રિહાનાને આવકારવા કાર પર ખાસ એનિમલ પ્રિન્ટ ડિઝાઈન કરાઈ

ઈન્ટરનેશનલ પોપ સિંગર રિહાનાને જામનગરમાં આવકારવા અંબાણી પરિવારે એક લક્ઝુરિયસ કાર મોકલી હતી. મહત્ત્વની વાત એ છે કે, આ કાર પર ખાસ એનિમલ પ્રિન્ટ ડિઝાઈન કરાઈ હતી. રિહાનાની ટીમ જામનગર પહોંચી તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ એક વીડિયોમાં રિહાનાનો લગેજ પણ દેખાઈ રહ્યો છે. આ વીડિયોમાં અનેક ટ્રક લાઈનમાં નીકળી રહ્યા છે, જેના પર પૈક સામાન નજરે પડી રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. એવું કહેવાય છે કે, જામનગરના આ લગ્નમાં એવું કંઈ થવાનું છે, જે પહેલા ક્યારેય નથી થયું.

જામનગરમાં વીવીઆઈપી મહેમાનો માટે લક્ઝુરિયસ ટેન્ટની સુવિધા, મોટી ખાવડી ગામે પહોંચી દેશવિદેશની હસ્તીઓ 3 - image


Google NewsGoogle News