કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાના અધ્યક્ષ સ્થાને ભાવનગરમાં સાંસદ ખેલ મહોત્સ યોજાશે

સાંસદ ખેલ મહોત્સવની પૂર્ણાહુતી 29 ઓકટોબરના રોજ થશે

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાના અધ્યક્ષ સ્થાને ભાવનગરમાં સાંસદ ખેલ મહોત્સ યોજાશે 1 - image



અમદાવાદઃ (Ahmedabad)કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ભાવનગર લોકસભા ક્ષેત્રમાં રમત-ગમત અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત (mansukh mandaviya)સાંસદ ખેલ મહોત્સવ-2023નું આયોજન કરવામાં આવેલ છે. (sansad khel mahotsav)જે અંતર્ગત તાલુકા કક્ષાનો રમતોત્સવ તા.૧૯,૨૦,૨૧ ઓક્ટોબર દરમિયાન ભાવનગર અને બોટાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં યોજાયેલ હતો. આ સ્પર્ધામાં ભાવનગર અને બોટાદ જિલ્લાના 22000થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. 

વિજેતા ખેલાડીઓને શિલ્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરશે

તાલુકા કક્ષાની રમતોના વિજેતા ખેલાડીઓ આગામી તા.૨૮ અને ૨૯ ઓક્ટોબર દરમિયાન ભાવનગર જિલ્લા ખાતે આવેલ સરદાર પટેલ રમતગમત સંકૂલમાં જિલ્લા કક્ષાની રમતોમાં ભાગ લેશે. વિજેતા ખેલાડીઓ તા.૨૮ ઓકટોબરના રોજ ૧૦૦/૫૦ મી. દોડ, લાંબીકૂદ, ગોળા ફેંક, શુટિંગ બોલ (વય: ૧૫ થી ૨૦), કબડ્ડી (બહેનો), રસ્સા ખેંચ (બહેનો), ખો-ખો (બહેનો), વોલીબોલ (બહેનો) જેવી વિવિધ રમતોમાં ભાગ લેશે. ૨૯ ઓકટોબરના રોજ શુટિંગ બોલ (વય: ૨૧ થી ૩૫) (વય: ૩૬ થી ૫૦), કબડ્ડી (ભાઇઓ), રસ્સા ખેંચ (ભાઇઓ), ખો-ખો (ભાઇઓ), વોલીબોલ (ભાઇઓ), સંગીત ખુરશી, લીંબુ ચમચી, સ્લો સાઇકલ, સિક્કા શોધ જેવી વિવિધ રમતોમાં ભાગ લેશે. સાંસદ ખેલ મહોત્સવની પૂર્ણાહુતી ૨૯ ઓકટોબરના રોજ થશે .જેમાં વિજેતા ખેલાડીઓને શિલ્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરશે.



Google NewsGoogle News