દિવાળીની રજાઓને પગલે ટ્રેનો હાઉસફૂલ, અમદાવાદથી મોટાભાગની ટ્રેનમાં વેઇટિંગ 400ને પાર
ધસારાને પગલે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનમાં 344 વધારાના કોચ ઉમેરાયા છતાં ટિકિટ મળતી નથી
most trains from Ahmedabad is Housefull : દિવાળીની રજાઓને પગલે અમદાવાદથી મોટાભાગની ટ્રેનોનું વેઇટિંગ (Waiting in Trains) 300ને પાર થઇ ગયું છે. જેમાં કોલકાતા માટે સૌથી વધુ 400, દિલ્હી માટે 341 જેટલું વેઇટિંગ છે.
પશ્ચિમ રેલવેએ વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો
મુસાફરોની સુવિધા માટે અને તહેવારોની સીઝન (festival season)માં તેમની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવેએ અમદાવાદ-પટના, સાબરમતી-દિલ્હી સરાય રોહિલ્લા અને ભાવનગર ટર્મિનસ-દિલ્હી સરાય રોહિલ્લા સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર કેટલીક વધુ તહેવાર વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવેએ એક યાદીમાં જણાવ્યું કે આ ફેસ્ટિવલ સ્પેશિયલટ્રેનોના સંચાલન સાથે 344 વધારાના કોચ ઉમેરવામાં આવ્યા છે જેનો લાભ આશરે 25,000 મુસાફરોને ખાસ કરીને તહેવારોની સિઝનમાં થશે. પશ્ચિમ રેલ્વેએ અત્યાર સુધીમાં 360 ટ્રીપ્સ સાથે વિવિધ સ્થળો માટે 44 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો શરૂ કરી છે, જેનો લાભ આશરે 6.25 લાખ મુસાફરોને મળ્યો છે.
બિહાર માટે બે ટ્રેન દોડાવાશે
આ ઉપરાંત છઠ્ઠ પૂજા માટે અમદાવાદથી બિહાર માટે બે ટ્રેન દોડાવાશે. જેમાં સાબરતમતી -દાનાપુર સ્પેશિયલ ટ્રેન 12,19,26 નવેમ્બરના રોજ સવારે 8:15ના ઉપડી બીજા દિવસે બપોરે 2:15ના દાનાપુર પહોંચશે. અમદાવાદ-સમસ્તીપુર સ્પેશિયલ ટ્રેન 9,16,23,30 નવેમ્બરના અમદાવાદથી બપોરે 3:30ના ઉપડીને બીજા દિવસે સવારે સમસ્તીપુર પહોંચશે.
દિવાળીની રજામાં અમદાવાદથી કઇ ટ્રેન માટે કેટલું વેઇટિંગ
સ્થળ | વેઇટિંગ |
અયોધ્યા | 196 |
દિલ્હી | 341 |
વારાણસી | 298 |
હરિદ્વાર | 266 |
પટણા | 90 |
જમ્મુ | 200 |
મુંબઇ | 123 |
કોલકાતા | 400 |
ચેન્નાઇ | 123 |
બેંગાલુરૂ | 100 |
ઉજ્જૈન | 300 |
પૂણે | 123 |