હૈદરાબાદથી અમદાવાદની ફ્લાઇટ કોલ્ડપ્લે ફેન ઝોનમાં ફેરવાઈ, મોટાભાગના મુસાફરો આવ્યા કોન્સર્ટ જોવા
Coldplay in Ahmedabad: અમદાવાદના નમો સ્ટોડિયમમાં યોજાયેલ કોલ્ડપ્લે કોન્સર્ટના બીજી દિવસે પણ લોકોનો ક્રેઝ યથાવત જોવા મળ્યો. ચાહકો દેશ-વિદેશથી ઉમટ્યા છે. ત્યારે હૈદરાબાદથી અમદાવાદની એક ફ્લાઈટ તો એવી હતી કે તેમાં મોટાભાગના મુસાફરો કોલ્ડપ્લે કોન્સર્ટમાં ભાગ લેવા હૈદરાબાદથી અમદાવાદ આવ્યા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. મુસાફરો પ્લેનમાં પ્લા કાર્ડ દર્શાવી પોતાનો કોલ્ડપ્લે પ્રત્યેનો ક્રેઝ અને કાર્યક્રમમાં જવા માટેની ઉત્સુક્તા વ્યક્ત કરતા જોવા મળ્યા. મુસાફરો પ્લેનમાં કોલ્ડપ્લે..કોલ્ડપ્લેની બુમો પાડતા પણ જોવા મળ્યા.