અમદાવાદમાં સ્વાઈનફ્લૂનો કહેર, એક મહિનામાં 232 કેસ નોંધાયા, આ વિસ્તારમાં સૌથી વધુ

પશ્ચિમમાં ૭૯, ઉત્તર-પશ્ચિમમાં ૪૮ અને દક્ષિણ-પશ્ચિમમાં ૩૧ જેટલાં કેસ

Updated: Apr 2nd, 2024


Google NewsGoogle News

     અમદાવાદમાં સ્વાઈનફ્લૂનો કહેર, એક મહિનામાં 232 કેસ નોંધાયા, આ વિસ્તારમાં સૌથી વધુ 1 - image

Ahmedabad News: અમદાવાદમાં બે મહિનાથી સ્વાઈન ફલૂના કેસમાં સતત વધારો થઈ રહયો છે.પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.પશ્ચિમ ઝોનમાં 79, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 48 તથા દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 31 જેટલા કેસ છે.માર્ચ મહિનામાં શહેરમાં સ્વાઈનફલૂના 232 કેસ નોંધાયા હતા.

ફેબુ્રઆરી મહિનામાં શહેરમાં સ્વાઈન ફલૂના ૧૧૦ કેસ નોંધાયા હતા.માર્ચ મહિનામાં ગત સપ્તાહે સ્વાઈનફલૂના ૬૦ કેસ નોંધાયા હતા.ઉત્તર  ઝોનમાં ૨૮,દક્ષિણ ઝોનમાં ૨૪ તથા પૂર્વ ઝોનમાં ૧૬ અને મધ્યઝોનમાં સ્વાઈન ફલૂના ૬ કેસ નોંધાયા હતા.માર્ચ મહિનામાં પાણીજન્ય કોલેરાના ઈન્દ્રપુરી વોર્ડમાં ત્રણ ઉપરાંત લાંભા, અમરાઈવાડી, રામોલ-હાથીજણ,દાણીલીમડા અને નવા વાડજમાં એક-એક એમ કુલ આઠ કેસ નોંધાયા હતા.આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં મ્યુનિ.તંત્ર દ્વારા લેવામાં આવેલા રેસી.કલોરીન ટેસ્ટ માટેના પાણીના સેમ્પલ પૈકી ૧૧૪૪ સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો હતો.જયારે પાણીના ૧૯૬ સેમ્પલ અનફીટ જાહેર કરાયા હતા.

શહેરમાં  એક મહિનામાં કયા રોગના કેટલા કેસ?

રોગ            કેસ

સ્વાઈન ફલૂ    ૨૩૨

ઝાડા ઉલટી    ૭૭૫

ટાઈફોઈડ       ૨૫૯

કમળો          ૧૧૨

કોલેરા          ૦૮

ડેન્ગ્યૂ           ૨૯

મેલેરિયા        ૧૪

ઝેરી મેલેરિયા  ૦૧

ચિકનગુનિયા   ૦૧


Google NewsGoogle News