મચ્છરજન્ય-પાણીજન્ય રોગના કેસ વધ્યા અમદાવાદમાં ડેન્ગ્યૂના ૨૧૮ ઝાડા ઉલટીના ૧૫૫ ,કોલેરાના ૩ કેસ
વટવા,ઈન્દ્રપુરી ઉપરાંત ચાંદલોડીયા વોર્ડમાં કોલેરાનો એક-એક કેસ નોંધાયો
અમદાવાદ,મંગળવાર,12 સપ્ટેમબર.2023
અમદાવાદમાં વરસાદના વિરામની સાથે મચ્છરજન્ય અને પાણીજન્ય
રોગના કેસ વધ્યા છે.ડેન્ગ્યૂના ૨૧૮,ઝાડા
ઉલટીના ૧૫૫ તથા કોલેરાના ૩ કેસ નોંધાયા છે.આ મહિનાના આરંભે વટવા,ઈન્દ્રપુરી
ઉપરાંત ચાંદલોડીયા વોર્ડમાં કોલેરાનો એક-એક કેસ નોંધાયો છે.
શહેરમાં મેલેરિયાના ૩૭,ઝેરી મેલેરિયાના પાંચ ઉપરાંત ચિકનગુનિયાના ૨ કેસ નોંધાયા
છે.ડેન્ગ્યૂ માટે અત્યારસુધીમાં ૨૬૪૯ સીરમ સેમ્પલ તપાસ માટે લેવામાં આવ્યા
છે.પાણીજન્ય એવા ટાઈફોઈડના ૧૪૦ તથા કમળાના ૬૧ કેસ નોંધાયા છે.આ વર્ષે જાન્યુઆરીથી
૧૦ સપ્ટેમબર સુધીમાં કોલેરાના કુલ ૪૫ કેસ નોંધાયા છે.સપ્ટેમબર મહિનામાં અત્યાર
સુધીમાં તપાસ માટે લેવામાં આવેલા પાણીના ૧૧૫ સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો
છે.૨૫ પાણીના સેમ્પલ તપાસના અંતે અનફીટ જાહેર કરાયા છે.વાઈરલ ફીવરના કેસમાં પણ
વધારો નોંધાયો છે.