Get The App

મચ્છરજન્ય રોગચાળો યથાવત, અમદાવાદમાં ડેન્ગ્યૂના ૨૭૦, ટાઈફોઈડના ૨૭૪ કેસ નોંધાયા

રામોલ-હાથીજણ, વટવા તથા લાંભા વોર્ડમાં કોલેરાના સાત કેસ

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News

     મચ્છરજન્ય રોગચાળો યથાવત, અમદાવાદમાં ડેન્ગ્યૂના ૨૭૦, ટાઈફોઈડના ૨૭૪ કેસ નોંધાયા 1 - image

  અમદાવાદ,બુધવાર,25 ઓકટોબર,2023

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો યથાવત જોવા મળી રહયો છે.ડેન્ગ્યૂના ૨૭૦ તથા ટાઈફોઈડના ૨૭૪ કેસ નોંધાયા છે.ઓકટોબર મહિનામાં રામોલ-હાથીજણ,વટવા તથા લાંભા વોર્ડમાં કોલેરાના સાત કેસ નોંધાયા છે.બે ઋતુના અહેસાસની વચ્ચે શરદી-ખાંસી તેમજ વાઈરલ ફિવરના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહયો છે.

શહેરમાં મેલેરિયાના ૪૭, ઝેરી મેલેરિયાના ૯ ઉપરાંત ચિકનગુનિયાના ૭ કેસ નોંધાયા છે.પાણીજન્ય એવા ઝાડા ઉલટીના ૨૩૩, કમળાના ૧૦૧ તેમજ ટાઈફોઈડના ૨૭૪ તથા કોલેરાના ૭ કેસ નોંધાયા છે.ડેન્ગ્યૂ માટે ૪૯૨૪ સીરમ સેમ્પલ તપાસ માટે લેવામાં આવ્યા છે.કલોરીન અંગેની તપાસ માટે લેવામાં આવેલા પાણીના સેમ્પલ પૈકી ૨૧૭ સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો છે.પાણીના લેવામાં આવેલા ૩૭ સેમ્પલ અનફીટ જાહેર કરાયા છે.


Google NewsGoogle News