મચ્છરજન્ય રોગચાળો વકર્યો, અમદાવાદમાં ડેન્ગ્યૂના ૭૦૮, ઝાડા ઉલટીના ૪૮૪ ,કોલેરાના ૩૩ કેસ

રામોલ-હાથીજણ, વટવા ઉપરાંત દાણીલીમડામાં કોલેરાના કેસ નોંધાયા

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News

       મચ્છરજન્ય રોગચાળો વકર્યો, અમદાવાદમાં ડેન્ગ્યૂના ૭૦૮, ઝાડા ઉલટીના ૪૮૪ ,કોલેરાના ૩૩ કેસ 1 - image

 અમદાવાદ,મંગળવાર,3 ઓકટોબર,2023

વરસાદ બંધ થયા બાદ અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે.ડેન્ગ્યૂના ૭૦૮,ઝાડા ઉલટીના ૪૮૪ તથા કોલેરાના ૩૩ કેસ નોંધાયા છે.રામોલ-હાથીજણ,વટવા ઉપરાંત દાણીલીમડા વોર્ડમાં કોલેરાના કેસ મળી આવ્યા છે.

શહેરના વિવિધ વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ વધતા મેલેરિયાના ૧૪૮, ઝેરી મેલેરિયાના ૨૨ તથા ચિકનગુનિયાના ૧૨ કેસ નોંધાયા છે.મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અર્બન તથા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરની સાથે એલ.જી.,શારદાબેન હોસ્પિટલની ઓ.પી.ડી.માં વાઈરલ ફીવર સહિતની અન્ય તકલીફ ધરાવતા લોકો નિદાન અને સારવાર માટે મોટી સંખ્યામાં પહોંચી રહયા છે.પાણીજન્ય રોગમાં ઝાડા ઉલટી ઉપરાંત ટાઈફોઈડના ૪૪૭, કમળાના ૧૯૨ કેસ નોંધાયા છે.શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાંથી તપાસ માટે લેવામાં આવેલા પાણીના સેમ્પલ પૈકી સપ્ટેમબરમાં ૨૮૦ સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો છે.પાણીના ૭૪ સેમ્પલ અનફીટ જાહેર કરવામાં આવ્યા છે.ખાનગી પ્રેકટિસનરોને ત્યાં પણ દર્દીઓની ભીડ જોવા મળી રહી છે.


Google NewsGoogle News