Get The App

સાતસો મીટરથી વધુ લંબાઈ ,૬૦ કરોડનો ખર્ચ, ઘોડાસર સ્પલીટ ફલાય ઓવરબ્રિજ સપ્તાહ અંત સુધીમાં ખુલ્લો મુકાશે

સ્પાનના લોડ ટેસ્ટની કામગીરી પુરી થયા બાદ બ્રિજ ખુલ્લો મુકાશે,અઢી લાખ વાહન સરળતાથી અવરજવર કરી શકશે

Updated: Apr 17th, 2024


Google NewsGoogle News
સાતસો મીટરથી વધુ લંબાઈ ,૬૦ કરોડનો ખર્ચ, ઘોડાસર સ્પલીટ ફલાય ઓવરબ્રિજ સપ્તાહ અંત સુધીમાં ખુલ્લો મુકાશે 1 - image


અમદાવાદ,મંગળવાર,16 એપ્રિલ,2024

ઈસનપુરથી કેડીલાને જોડતા બી.આર.ટી.એસ.રોડ ઉપર રુપિયા ૬૦ કરોડના ખર્ચે ૭૦૭ મીટર લંબાઈનો ઘોડાસર સ્પલીટ ફલાય ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે.હાલ બ્રિજના સ્પાનના લોડ ટેસ્ટની કાર્યવાહી ચાલી રહી છે.લોડ ટેસ્ટની કામગીરી પુરી થયા બાદ શુક્ર કે શનિવાર સુધીમાં બ્રિજ ખુલ્લો મુકાશે.બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યા બાદ અઢી લાખ વાહન સરળતાથી બ્રિજ ઉપરથી અવરજવર કરી શકશે.ઘોડાસર જંકશન ઉપર થતી ટ્રાફીકની સમસ્યા હળવી થશે.

ઘોડાસર જંકશન ઉપર ઈસનપુરથી જશોદાનગર તરફ જતા બી.આર.ટી.એસ.લેનને સમાંતર બંને સાઈડ ટુ લેન ટુ પ્લસ ટુ લેન સ્પલીટ ફલાય ઓવરબ્રિજ રુપિયા ૫૯.૬૯ કરોડના ખર્ચથી બનાવવા કોન્ટ્રાકટર અવધુત પ્રોજેકટ પ્રા.લી.ને કામગીરી આપવામાં આવી હતી.૭.૫ મીટર કલીયર કેરેજ વીડથ સ્પલીટ ફલાય ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે.ફલાય ઓવરબ્રિજમાં ઘોડાસર જંકશન ઉપર ૩૮ મીટર લંબાઈના પીએસસી પોસ્ટ ટેન્શન ગર્ડર મુકવામાં આવ્યા છે.બ્રિજમાં કેડીલા બાજુ તથા રાધિકા બંગલોઝ બાજુ ચઢતી તેમજ ઉતરતી લેન સાથેનો રેમ્પ બનાવવામાં આવ્યો છે.હાલમાં મુખ્ય ઓબલીગેટરી સ્પાન (૩૮ મીટર)માં આઈઆરસી કોડલ પ્રોવિઝનલ મુજબ લોડ ટેસ્ટની કામગીરી કરવામાં આવી રહી છે.સો ટકા જેટલો લોડ સ્પાન ઉપર મુકવામાં આવ્યો છે.આ સ્પાનનુ સતત ચોવીસ કલાક સુધી સો ટકા લોડ સાથે પરીક્ષણ કરવામાં આવશે.બાદમાં ફરી ૨૪ કલાક આ સ્પાનના ટેસ્ટ ફરી કરવામાં આવશે.૨૭ ઓગસ્ટ-૨૦૨૧થી આ બ્રિજની કામગીરી શરુ કરવામાં આવી હતી.જશોદા નગર તરફ ૧૭૦.૩૮ મીટર લંબાઈની મર્જિંગ લેન સાથેની રીટેનીંગ વોલ તથા નારોલ તરફ ૮૩ મીટરની મર્જિંગ લેન સાથે બ્રિજની પહોળાઈ ૮.૫૦ મીટર પ્લસ ૮.૫૦ મીટર રાખવામાં આવી છે.અંડર સ્પેસ ડેવલપમેન્ટમાં પાર્કિંગ એરીયા આપવામાં આવ્યો છે.



Google NewsGoogle News