Get The App

અમદાવાદ રોગચાળાના ભરડામાં, એક જ મહિનામાં ડેન્ગ્યુના 700થી વધુ કેસ નોંધાયા

Updated: Sep 27th, 2024


Google NewsGoogle News
Dengue Cases Increase in Ahmedabad


Dengue Cases Increase in Ahmedabad: રાજ્યમાં બેવડી ઋતુના પગલે અનેક વિસ્તારોમાં રોગચાળો વકર્યો છે. ત્યારે ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા જેવી મચ્છરજન્ય બીમારીનો ઉપદ્રવ યથાવત્‌ છે. અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં એક મહિનામાં જ ડેન્ગ્યુના 700થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. 

અમદાવાદ રોગચાળાના ભરડામાં, એક જ મહિનામાં ડેન્ગ્યુના 700થી વધુ કેસ નોંધાયા 2 - image

પ્રાપ્ત માહિતી અનુસાર સપ્ટેમ્બરના 22 દિવસમાં સોલા સિવિલ હૉસ્પિટલમાં ડેન્ગ્યુના 1839 શંકાસ્પદ કેસમાંથી 357 પોઝિટિવ આવ્યા હતા. જેમાં બીજીથી આઠમી સપ્ટેમ્બરમાં 152, 16મીથી 22મી સપ્ટેમ્બરમાં 89 કેસ નોંધાયા હતા. સપ્ટેમ્બર મહિનામાં સોલા સિવિલમાં ડેન્ગ્યુના રોજના સરેરાશ 16 કેસ સામે આવે છે. બીજી તરફ અસારવા સિવિલમાં ઑગસ્ટમાં 243 કેસ નોંધાયા હતા. જ્યારે સપ્ટેમ્બરના 26 દિવસમાં ડેન્ગ્યુના 343 કેસ નોંધાયા છે. 

આ પણ વાંચો: અંધારપટ વચ્ચે અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ, જાણો કયા વિસ્તારમાં કેટલો ખાબક્યો વરસાદ

સોલા સિવિલમાં મેલેરિયાના 86 કેસ નોંધાયા છે. જેમાં બીજીથી આઠમી સપ્ટેમ્બરમાં 33, નવમીથી 15મી 29, 16મીથી 22મી સપ્ટેમ્બરમાં 24 કેસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સપ્ટેમ્બરમાં ચિકનગુનિયાના 28 કેસ નોંધાયેલા છે. વાયરલ ઇન્ફેક્શનના સોલા સિવિલમાં 6109 કેસ સામે આવ્યા છે. આ પૈકી 16મીથી 22મી સપ્ટેમ્બરમાં 1938 કેસનો સમાવેશ થાય છે. 

અમદાવાદ રોગચાળાના ભરડામાં, એક જ મહિનામાં ડેન્ગ્યુના 700થી વધુ કેસ નોંધાયા 3 - image


Google NewsGoogle News