વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં દેશ દુનિયાના ટોચના 50થી વધુ ઉદ્યોગપતિ, મહાનુભાવો હાજર
અંબાણી, અદાણી, લક્ષ્મી મિતલ પંકજ પટેલ, ટાટા, બિરલા, કોટક બેંક, આઇ.ટી.સીના વડા ઉપસ્થિત
ગાંધીનગર, બુધવાર
Vibrant Gujarat Global Summit 2024 : આજથી પ્રારંભ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં દેશ-વિદેશના પ્રેસિડેન્ટ વડાપ્રધાન સહિતના રાજકીય નેતાઓ મંત્રીઓ તેમજ કંપનીના ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેવાના છે. 50થી વધુ મહાનુભાવો વાઇબ્રન્ટ સમિટના ઉદ્ઘાટન સમારોહમાં ખાસ હાજર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઇના પ્રેસિડન્ટ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન વચ્ચે રાજદ્રારી સંબંધો ઉત્તમ હોવાથી યુએઇની કંપનીઓના સીઇઓ પણ તેમના ડેલિગેશન સાથે નોંધપાત્ર સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
સમિટના ઉદ્ઘાટન કાર્યક્રમ સહિત સેમિનારમાં આજે હાજર રહેવા માટે 50થી 75 જેટલા સીઇઓનું કન્ફર્મેશન મળી ગયું હતું. મોડે મોડેથી પણ કેટલાક સીઇઓએ સમિટમાં ઉપસ્થિત રહેવા સંમતિ દર્શાવી હતી. જેથી સેમિકન્ડક્ટર, એરપોર્ટ, ફાયનાન્સ, બેન્કિંગ, રીન્યુએબલ એનર્જી-ગ્રીન હાયડ્રોજન જેવા ક્ષેત્રમાં મોટું મૂડી રોકાણ થવાની શક્યતા છે. ગિફ્ટ સિટીમાં પણ અનેક ગ્લોબલ લીડર્સ ઉપસ્થિત રહેવાના હોવાથી ગિફ્ટ સિટીમાં નવું રોકાણ કે તેમની કંપની ઓફિસ શરૂ કરી શકે છે.
વિદેશના કયા મહાનુભાવો અને સંસ્થાના ભઈર્ં હાજર રહેશે
1. સુલતાન અહેમદ બીન સુલેમાન (યુએઇ)
2. સંજય મેહરોત્રા (યુએસએ)
3. જહોન ટટલ (યુએસએ)
4. ટોશીહીરો સુઝુકી (જાપાન)
5. માઇકલ સીન (સિંગાપોર)
6. કીથ સ્વેન્ડર્સન (ડેનમાર્ક)
7. યુસુફ અલી એમ.એ. (યુએઇ)
8. ટાકિયો કોનીશી (ફિલિપાઇન્સ)
9. ઓગસ્ટે ટાનો (યુએસએ)
10. લાલ કરસનભાઇ (યુએસએ)
11. વિવેક લાલ (યુએસએ)
12. બર્ટ ડેન ઓડેન (નેધરલેન્ડ)
13. વ્લાદીમીર કાઝબેકોવ (શાંઘહાઇ)
14. ઓમર અલ મહરીઝી (ઓમાન)
15. એરીક સોલ્હેમ (સ્વીત્ઝર્લેન્ડ)
16. નગુયેન સાન ચાઉ (વિયેટનામ)
17. મોહમ્મદ ઇ. અલમહેંદી (યુએઇ)
18. માસાહીરો ક્વાઇ
(સીઇઓ, એશિયન ડેવલપમેન્ટ બેન્ક ઇન્સ્ટી.)
19. મોહ ઇદ (ઇટાલી)
20. પિયુષ ગુપ્તા (સિંગાપોર)
21. ફિલિપ સ્મીથ (યુકે)
22. પ્રો. ઇયાન માર્ટીન (ઓસ્ટ્રેલિયા)
23. રીતુ અરોરા (સિંગાપોર)
24. એડવર્ડ નાઇટ (યુએસએ)
25. ક્રિસ્ટોફર હેસલર (યુએસએ)
ભારતના ટોચના ઉદ્યોગપતિઓ હાજર
1. મુકેશ અંબાણી (રિલાયન્સ ઇન્ડ.)
2. એન. ચંદ્રશેખરન (ટાટા સન્સ)
3. બાબા કલ્યાણી (ભારત ફોર્જ)
4. સંજીવ પુરી (આઇટીસી)
5. ઉદય કોટક (કોટક મહિન્દ્રા બેન્ક)
6. કુમાર મંગલમ બિરલા (આદિત્ય બિરલા ગ્રૂપ)
7. દિલીપ સંઘવી (સન ફાર્મા)
8. હર્ષપતિ સિંઘાનિયા (જે કે પેપર)
9. ગૌતમ અદાણી (અદાણી ગ્રૂપ)
10. લક્ષ્મી મિત્તલ (આર્સેલર મિત્તલ)
11. વિજય શેખર શર્મા (પેટીએમ)
12. સમીર નિગમ (ફોનપે)
13. પંકજ પટેલ (ઝાયડસ)
14. અમિત સિંગલે (એશિયન પેઇન્ટ્સ)
15. દિનેશકુમાર ખારા (એસબીઆઇ)
16. અનિલ અગ્રવાલ (વેદાંતા ગ્રૂપ)
17. વેંકટ એન. (કેપજેમિની)
18. સંજય ગુપ્તા (ગૂગલ)
19. મહેન્દ્ર નેરુકર (એમેઝોન)
20. સ્વરૂપ આનંદ મોહંતી (મીરાઇ)
21. હિરોશી ઇબિના (નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા)
22. યોજી તાગુચી
(મિત્શુબીશી કોર્પો. ઇન્ડિયા)
23. વિક્રમ કસ્બેકર (હીરો મોટો કોર્પ)
24. હર્ષા અગ્રવાલ (ઇમામી ગ્રૂપ)
25. તરૂણ મહેતા (એથર એનર્જી)