ગુજરાતમાં મહિલાઓ માટેના શરુ કરાયેલા વન સ્ટોપ સેન્ટર ખાતે 35 હજારથી વઘુ જાતિય સતામણી સહિતની ફરિયાદો નોંધાઈ
Complaints of Sexual Harassment: વર્ષ 2012માં દિલ્હી ખાતે થયેલા નિર્ભયા કાંડ બાદ મહિલાઓની સુરક્ષા અને તેમની સમસ્યાના તાકીદે નિવારણ માટે 'વન સ્ટોપ સેન્ટર' શરૂ કરાયું હતું. જેમાં ગુજરાતમાંથી વર્ષ 2015થી અત્યાર સુધી 35,500થી વઘુ મહિલાઓની સમસ્યાનું નિરાકરણ થયું છે.
અમદાવાદમાં 1600થી વઘુ મહિલાઓની લગ્નેતર સંબંધ સહિતની સમસ્યાનું નિરાકરણ લવાયું
1 એપ્રિલ 2015 થી 31 મે 2024 દરમિયાન વન સ્ટોપ સેન્ટરમાંથી જાતિય સતામણી-ઘરેલુ હિંસા સહિતની સૌથી વઘુ ફરિયાદ મળી હતી. જેમાં ઉત્તર પ્રદેશ 2.37 લાખ સાથે મોખરે, મઘ્ય પ્રદેશ 94 હજાર સાથે બીજા, તમિલનાડુ 79 હજાર સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે ગુજરાત નવમાં સ્થાને છે. ગુજરાતમાં કુલ 35 વન સ્ટોપ સેન્ટર આવેલા છે.
અમદાવાદની અસારવા હોસ્પિટલમાં પણ એક વન સ્ટોપ સર્વિસ સેન્ટર
અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના પરિસરમાં પણ આ પ્રકારનું વન સ્ટોપ સર્વિસ સેન્ટર છે. જેમાં અત્યારસુધી કુલ 1686 મહિલાઓની ફરિયાદોનો નિકાલ થયેલો છે. મોટાભાગની ફરિયાદો ઘરેલુ હિંસા અંગે આવે છે. જેમાં 2021-22માં 211, 2022-23માં 205 અને 2023-24માં 109 જેટલી ફરિયાદનું સેન્ટરમાં મર્યાદિત કર્મચારીઓ-સંસાધનો છતાં સમાધાન લાવવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર સિવિલ હોસ્પિટલમાં આવેલા આ સેન્ટરમાં લેસ્બિયન સંબંધ, લગ્નેતર સંબંધ, ઘરેથી નાસીને આવવું જેવા પણ વિવિધ કેસ આવે છે.
આ પણ વાંચો: IMD ની મોટી આગાહી: આગામી 3 કલાકમાં ગુજરાતના આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
વન સ્ટોપ સેન્ટર : કયા રાજ્યમાંથી મહિલાઓની સૌથી વઘુ ફરિયાદો...
ઉત્તર પ્રદેશ - 2,37,194
મઘ્ય પ્રદેશ - 94,166
તામિલનાડુ - 79,643
તેલંગાણા - 63,539
રાજસ્થાન - 44,428