ગુજરાતમાંથી પાંચ વર્ષમાં 35 લાખથી વધુ પાસપોર્ટ ઈશ્યુ થયા, ચાર વર્ષમાં 22 હજારથી વધુ પાસપોર્ટ સરંડર

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાંથી પાંચ વર્ષમાં 35 લાખથી વધુ પાસપોર્ટ ઈશ્યુ થયા, ચાર વર્ષમાં 22 હજારથી વધુ પાસપોર્ટ સરંડર 1 - image

image : Socialmedia

અમદાવાદ,તા.20 ફેબ્રુઆરી 2024,મંગળવાર

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વિદેશમાં સ્થાયી થવા, વિદેશમાં ફરવા જવા માટેના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી 35.13 લાખ પોસપોર્ટ ઈશ્યુ થયેલા અને તેમાંથી 10.21 લાખ ગત વર્ષમાંથી છે. 

ગુજરાતમાં એક વર્ષમાં 10 લાખ પાસપોર્ટ ઈશ્યુ થયા, સમગ્ર દેશમાં છઠ્ઠા સ્થાનનું રાજ્ય

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં વર્ષ 2022ની સરખામણીએ વર્ષ 2023માં 40 ટકા વધુ પાસપોર્ટ ઈશ્યુ થયા હતા. વર્ષ 2023માં જે રાજ્યમાંથી સૌથી વધુ પાસપોર્ટ ઈશ્યુ થયા હોય તેમાં કેરળ 15.47 લાખ સાથે મોખરે, મહારાષ્ટ્ર 15.10 લાખ સાથે બીજા, ઉત્તર પ્રદેશ 13.68 લાખ સાથે ત્રીજા, પંજાબ 11.94 લાખ સાથે ચોથા, તામિલનાડુ 11.47 લાખ સાથે પાંચમાં જ્યારે ગુજરાત છઠ્ઠા સ્થાને છે. 

પાસપોર્ટ ઈશ્યુ થવાના વધતા પ્રમાણ અંગે જાણકારોનું માનવું છે કે વિદેશમાં અભ્યાસ -જોબ માટે જનારાના તેમજ વિદેશમાં ફરવા જનારાના પ્રમાણમાં પણ વધારો થયો છે. જેના કારણે પાસપોર્ટ ઈશ્યુ થવાનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાંથી 22300 લોકોએ પાસપોર્ટ સરંડર કર્યો છે. મતલબ કે, આ પૈકીના મોટાભાગના લોકોએ ભારતનું નાગરિકત્વ જતું કરીને વિદેશમાં સ્થાયી થયા છે. અમદાવાદની વાત કરવામાં આવે તો 2021માં 217, 2022માં 241 અને 2023માં 485 લોકોએ પાસપોર્ટ સરંડર કર્યો હતો. 



Google NewsGoogle News