મોરબી પુલ હોનારત: મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા આજે સમગ્ર ગુજરાતમાં શોક
- રાજ્યની સરકારી ઇમારતો પર રહેલા રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે
અમદાવાદ, તા. 2 નવેમ્બર 2022 બુધવાર
આજે મોરબી દુર્ઘટના મામલે સમગ્ર રાજ્યમાં શોક પાળવામાં આવી રહ્યો છે. મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજ્યમાં શોક જાહેર કરવામાં આવ્યો હતો. આજે રાજ્ય સરકાર કોઈ મહત્વના લોકાર્પણના કામો નહિ કરે. આજે સમગ્ર સરકારી કચેરી પર રહેલા રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.
31 ઓક્ટોબરના રોજ રાજ્યવ્યાપી શોકનું એલાન કરવામાં આવ્યુ હતુ. 31 ઓક્ટોબરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને માહિતી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં જે ગાંધીનગર ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી તેમાં નિર્ણય કરાયો હતો કે આજે સમગ્ર રાજ્યમાં રાજ્યવ્યાપી શોક પાળવામાં આવશે. રાજ્યની સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામા આવશે. આ સાથે જ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમ નહિ યોજાય.
રાજકીય શોક દરમિયાન જ્યાં નિયમિતપણે રાષ્ટ્રધ્વજ લહેરાવાતો હોય ત્યાં અડધી કાઠીએ રાષ્ટ્ર ધ્વજ લહેરાયો. મોરબી ઘટનાને લઈને અમદાવાદના આયકર વિભાગ અને આકાશવાણી પર અડધી કાઠીએ રાષ્ટ્ર ધ્વજ લહેરાવાયો.