Get The App

ગુજરાત સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની અપડેટ

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
Monsoon-season


Monsoon Update: ભારે વરસાદને કારણે ઉત્તરાખંડ અને હિમાચલ સહિત અનેક રાજ્યોમાં ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. ભૂસ્ખલનને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 24 કલાકમાં 15 રાજ્યમાં ભારેથી મધ્યમ વરસાદ પડી શકે છે. આજે (નવમી ઑગસ્ટ) દિલ્હી માટે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. દિલ્હીમાં 13મી ઑગસ્ટ સુધી વરસાદની સંભાવના છે. જ્યારે ઝારખંડના પાંચ જિલ્લામાં વરસાદને લઈને ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

આ રાજ્યમાં વરસાદની શક્યતા

હવામાન વિભાગની આગાહી અનુસાર હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, ઓડિશા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારેથી મધ્યમ વરસાદ પડી શકે છે. 

આ પણ વાંચો: વડોદરામાં મોડી સાંજે 2 કલાકમાં જ ત્રણ ઇંચ વરસાદથી જળબંબાકાર: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી

નવમી ઑગસ્ટે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લામાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

10મીથી 14મી ઑગસ્ટ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ શાંત છે, ત્યારે આગામી 14 ઑગસ્ટ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

ગુજરાત સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની અપડેટ 2 - image


Google NewsGoogle News