Monsoon Update: ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 23 ટકા વરસાદ, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ
Gujarat Rain Update: ગુજરાતમાં વર્ષ 2023ની સરખામણીએ ચોમાસાની શરૂઆત નબળી છે. આ વર્ષે અત્યાર સુધીમાં 8 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 23 ટકા વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ છઠ્ઠી જુલાઈ 2023માં સિઝનનો 35.50 ટકા વરસાદ વરસ્યો હતો.
જાણો ક્યાં કેટલો વરસાદ નોંધાયો
મળતી માહિતી અનુસાર,આ વર્ષે અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં 8.77 ઈંચ સાથે 30.21 ટકા, કચ્છમાં 4.89 ઈંચ સાથે સિઝનનો 25.63 ટકા, દક્ષિણ ગુજરાતમાં 14.94 ઈંચ સાથે સિઝનનો 25.44 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 4.78 ઈંચ સાથે સિઝનનો 14.97 ટકા અને ઉત્તર ગુજરાતમાં 4.50 ઈંચ સાથે 15.66 ટકા વરસાદ વરસ્યો છે. છઠ્ઠી જુલાઈ 2023માં કચ્છમાં સૌથી વધુ 87.44 ટકા, સૌરાષ્ટ્રમાં 50.34 ટકા વરસાદ વરસી ચૂક્યો હતો.
આ પણ વાંચો: સુરતમાં બિલ્ડિંગ ધરાશાયીમાં પાંચ લોકોના મૃતદેહો બહાર કઢાયા, રેસ્ક્યૂ ઓપરેશન હજુ પણ ચાલુ
આ જિલ્લામાં સૌથી ઓછો અડધો ઈંચ વરસાદ
વર્તમાન સિઝનમાં 20 તાલુકામાં 20થી 40 ઈંચ, 47 તાલુકામાં 10થી 20 ઈંચ, 82 તાલુકામાં 5થી 10 ઈંચ, 13 તાલુકામાં 5 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડમાં સૌથી વધુ 20.74 ઈંચ, નવસારીમાં 20.82 ઈંચ, જૂનાગઢમાં 18.33 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. સુરેન્દ્રગરમાં સૌથી ઓછો અડધો ઈંચ જ વરસાદ નોંધાયો છે.