ગુજરાતમાંથી ચોમાસાની સંપૂર્ણ વિદાય, થશે બેવડી ઋતુનો અનુભવ, હવામાન વિભાગે કરી જાહેરાત

ઓક્ટોબર અને નવેમ્બરના બે મહિના ટ્રાન્ઝેશન પિરીયડ કહેવાય છે

હવામાન વિભાગ મુજબ આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
ગુજરાતમાંથી ચોમાસાની સંપૂર્ણ વિદાય, થશે બેવડી ઋતુનો અનુભવ, હવામાન વિભાગે કરી જાહેરાત 1 - image


Monsoon bid farewell From Gujarat : ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી છે, હવામાન વિભાગ (meteorological department) દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે તેમજ અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવન ફૂંકાતા (Humid winds blow) ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગે આજે જાહેરાત કરી

રાજ્યમાંથી ચોમાસાએ સંપૂર્ણ વિદાય લીધી છે હવામાન વિભાગે આજે જાહેરાત કરી હતી. આજે હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમાં મોહન્તી (Manorama Mohanty)એ જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ રાજ્યમાં હવામાન સામાન્ય રહેવાની (Weather likely to be normal) સંભાવના છે અને આગામી દિવસોમાં તાપમાન 22થી 24 ડિગ્રી સેલ્શિયસ રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત કહ્યું હતું કે ઓક્ટોબર અને નવેમ્બરના બે મહિના ટ્રાન્ઝેશન પિરીયડ કહેવામાં આવે છે તેથી તાપમાનમાં વધારે ફેરફાર જોવા મળતો નથી. આ દરમિયાન ઠંડી અને ગરમીનું વાતાવરણ રહે છે. બપોરે ગરમી જ્યારે સવાર અને સાંજે ઠંડકનો અનુભવ (cooling sensation) થાય છે. હવામાન વિભાગના અનુસાર, હાલ પાંચ દિવસ વરસાદની સિસ્ટમ બનવાની શક્યતા નહીવત છે.

ગુજરાતમાંથી ચોમાસાની સંપૂર્ણ વિદાય, થશે બેવડી ઋતુનો અનુભવ, હવામાન વિભાગે કરી જાહેરાત 2 - image


Google NewsGoogle News