VIDEO: ગોધરામાં 10થી વધુ લોકોને બચકાં ભરનાર કપિરાજ ઝડપાયો, વન વિભાગે ભારે જહેમત બાદ પાંજરે પૂર્યો
Godhra News : પંચમહાલના ગોધરા શહેરમાં એક કપિરાજે છેલ્લા ચાર દિવસથી ભારે આતંક મચાવ્યો હતો. કપિરાજે ગોધરાના 10થી વધુ લોકો પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. બાઈક પર કે રસ્તે જતાં લોકો પર કપિરાજ અચાનક આવી તેમને બચકાં ભરી ભાગી જતો હતો. જેને લઈને લોકોએ સ્થાનિક તંત્ર અને વન વિભાગને ફરિયાદ કરી હતી. આખરે ચાર દિવસ બાદ કપિરાજને પકડી લેવાતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં HMP વાઈરસનો વધુ એક કેસ, અમદાવાદમાં નવ મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ
કેવી રીતે પકડાયો કપિરાજ?
ગોધરામાં આતંક મચાવનાર કપિરાજને પાંજરે પૂરવા ગોધરા અને છોટાઉદેપુરથી વન વિભાગની ખાસ ટીમ બોલાવાઈ હતી, જેણે કપિરાજનું લોકેશન શોધી તેને કાળજી પૂર્વક ટ્રાન્કવીલાઇઝર ગનથી બેભાન કર્યો હતો. શહેરના સોનીવાડ વિસ્તારના મકાનના ધાબા પરથી કપિરાજને બેભાન અવસ્થામાં હતો, ત્યારે તેના પર જાળ નાખી તેને ઝડપી લેવાયો હતો. તોફાની કપિરાજને કાબુમાં લેવા માટે વન વિભાગની ટીમે ટ્રાન્કવીલાઇઝર ગનથી ચારથી પાંચ ઇન્જેક્શન છોડવા પડ્યા હતા. ત્યારે માંડ માંડ કપિરાજ ઝડપાયો હતો.