અંબાજીમાં મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ કરાયો, અક્ષયપાત્રને પ્રસાદની કામગીરી સોંપવા સરકારની વિચારણા

મોહિની કેટરર્સનું ટેન્ડર ગત 30 સપ્ટેમ્બરે પૂર્ણ થયું હોવાથી મંદિર ટ્રસ્ટે તેને રિન્યુ નહોતુ કર્યું

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
અંબાજીમાં મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ કરાયો, અક્ષયપાત્રને પ્રસાદની કામગીરી સોંપવા સરકારની વિચારણા 1 - image



અંબાજીઃ (Ambaji)યાત્રાધામમાં મોહનથાળના પ્રસાદ મામલે વિવાદ થતાં મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ કરી નાંખવામાં આવ્યો છે. જ્યારે સરકારે પ્રસાદ બનાવવાનું કામ અક્ષયપાત્ર સંસ્થાને સોંપવા વિચારણા શરૂ કરી દીધી છે. મોહિની કેટરર્સનું ટેન્ડર પૂર્ણ થયા બાદ ફરી મંદિર ટ્રસ્ટ દ્વારા તેને રિન્યુ કરાયું નહોતુ. (Mohini caterers)30મી સપ્ટેમ્બરે તેનું ટેન્ડર પૂરૂ થઈ ગયું હતું. (Gujarat Government)અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. (akshaya patra sanstha)ત્યાર બાદ અધિકારીઓ અને મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આખરે સરકારે નિર્ણય લઈને નવી એજન્સી અક્ષયપાત્ર સંસ્થાને પ્રસાદી બનાવવાની કામગીરીનો કોન્ટ્રાક્ટ આપવાની વિચારણા શરૂ કરી દીધી છે એમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

દાંતાના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો

જ્યારે આ મુદ્દે દાંતા કોંગ્રેસના ધારાસભ્ય કાંતી ખરાડીએ પ્રસાદમાં ભેળસેળ કરી ભ્રષ્ટાચાર કરાયો હોવાનો મુખ્યમંત્રીને સંબોધીને પત્ર જાહેર કર્યો છે. તેમણે પત્રમાં લખ્યું હતું કે, મોહનથાળના પ્રસાદ બનાવવામાં વપરાતી તમામ વસ્તુ હલકી ગુણવત્તાવાળી છે. પ્રસાદમાં વાપરવામાં આવેલા ઘીના ફૂડ અને સેફ્ટી વિભાગ દ્વારા લેવામાં આવેલાં સેમ્પલ ફેઇલ થયાં હતાં. તેમ છતાં એજન્સી દ્વારા પ્રસાદ બનાવવામાં આવ્યો હતો. પ્રસાદ બનાવતી કંપનીમાં કામ કરતા કામદારોની પુછપરછ કરવી જોઈએ અને તેમના સામે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.

અંબાજીમાં મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ કરાયો, અક્ષયપાત્રને પ્રસાદની કામગીરી સોંપવા સરકારની વિચારણા 2 - image

નીલકંઠ ટ્રેડર્સ અને અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાયો

આ ખાદ્ય ઘી બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ “સબ સ્ટાન્ડર્ડ” આવતા મોહિની કેટરર્સના જવાબદાર વ્યક્તિ સામે ફૂડ વિભાગ દ્વારા કોર્ટ કાર્યવાહી કરવામાં આવી છે.  તપાસ દરમ્યાન પ્રસાદીમાં બનાવવા ઉપયોગમાં લેવાનાર ખાદ્ય ઘી પર શંકા જણાતા તેનું સ્થળ પર જ મોબાઈલ ફૂડ ટેસ્ટીંગ વાનમાં પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે યોગ્ય ન જણાતા રૂ.8 લાખની કિંમતનો 2820 કિ.ગ્રા ઘીનો ભેળસેળવાળો જથ્થો તા.28મી ઑગસ્ટના રોજ જપ્ત કરવામાં આવ્યો હતો. ગત રોજ અંબાજી પોલીસે  નીલકંઠ ટ્રેડર્સમાં તપાસ કરી 15 કિલો ઘીના 3 ડબ્બા કબ્જે કર્યા છે. અંબાજી પોલીસે નીલકંઠ ટ્રેડર્સ અને અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. 



Google NewsGoogle News