મીઠાખળી અંડરપાસ બંધ કરાયો હતો , બોડકદેવ,ઉસ્માનપુરા,જોધપુરમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો

બોપલ,મણીનગર, રાણીપ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડયો

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News

  મીઠાખળી અંડરપાસ બંધ કરાયો હતો , બોડકદેવ,ઉસ્માનપુરા,જોધપુરમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો 1 - image     

 અમદાવાદ,ગુરુવાર,1 ઓગસ્ટ,2024

અમદાવાદમાં ગુરુવારે સાંજે વાતાવરણમાં પલટા બાદ બોડકદેવ, ઉસ્માનપુરા,જોધપુર અને નરોડા વિસ્તારમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. બોપલ,મણીનગર,મેમ્કો ઉપરાંત રાણીપ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. મીઠાખળી અંડરપાસમાં પાણી ભરાતા મ્યુનિ.તંત્રે પાણી નિકાલ માટે અંડરપાસ બંધ કરવો પડયો હતો.સવારના ૬થી રાત્રિના ૮કલાક સુધીમાં સરેરાશ ૧૫ મિલીમીટર વરસાદ પડતા મોસમનો ૧૫.૨ ઈંચ વરસાદ થવા પામ્યો હતો.

શહેરના વિવિધ વિસ્તારમાં સાંજના ચારકલાકથી વરસાદની શરુઆત થઈ હતી.બોપલ ઉપરાંત ઉસ્માનપુરા,પાલડી,વાસણા, એસ.જી.હાઈવે ઉપરાંત વસ્ત્રાપુર,નારણપુરા, પ્રગતિનગર, રાણીપ,મેમ્કો સહિતના તમામ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસવાની શરુઆત થઈ હતી.૪થી ૬ કલાક દરમિયાન પડેલા ભારે વરસાદને પગલે  ૫.૩૦થી ૬.૧૫ કલાક સુધી મીઠાખળી અંડરપાસ પાણી નિકાલ માટે બંધ કરવામાં આવ્યો હતો.

કયા વિસ્તારમાં કેટલો વરસાદ

વિસ્તાર         વરસાદ(મિ.મી.)

ચકુડીયા        ૧૩.૦

ઓઢવ          ૧૩.૦

નિકોલ          ૧૩.૦

કઠવાડા        ૧૪.૦

પાલડી         ૧૭.૦

ઉસ્માનપુરા     ૨૯.૦

રાણીપ         ૧૮.૦

બોડકદેવ       ૩૧.૦

જોધપુર        ૨૮.૦

દાણાપીઠ       ૧૪.૦

મેમ્કો           ૨૩.૦

નરોડા          ૩૩.૦

કોતરપુર       ૨૩.૦

મણિનગર      ૧૫.૦

 


Google NewsGoogle News