Get The App

ગુજરાતમાં હવસખોરોને નથી રહ્યો કાયદાનો ડર? અંકલેશ્વરમાં કિશોરી સાથે દુષ્કર્મ તો છોટા ઉદેપુરમાં વિદ્યાર્થિનીની છેડતી

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News

ગુજરાતમાં હવસખોરોને નથી રહ્યો કાયદાનો ડર? અંકલેશ્વરમાં કિશોરી સાથે દુષ્કર્મ તો છોટા ઉદેપુરમાં વિદ્યાર્થિનીની છેડતી 1 - image

Cases of molestation have increased in Gujarat :  ગુજરાતમાં સતત ગુનાખોરીનો ગ્રાફ વધતો જાય છે. રાજ્યમાં મહિલાઓની સુરક્ષાના દાવા પોકળ સાબિત થયા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના વિસ્તાર સહિત રાજ્યભરમાં સતત ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે. હત્યા, લૂંટ, દુષ્કર્મ-છેડતી અને હિટ એન્ડ રનની ઘટનાઓ ગુજરાતની પ્રજા માટે સામાન્ય બની ગઈ છે. આ ઉપરાંત રાજ્યમાંથી અવાર-નવાર કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ છે તેમ છતાં ગુજરાતમાં સબ સલામતના દાવા થઈ રહ્યા છે. 

ત્યારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં યુવતીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સામે છે. જેમાં અંકલેશ્વરમાં એક પરણિત પાડોશીએ 17 વર્ષીય કિશોરીને પ્રેમજાળમાં ફસાવી અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. તો બીજી તરફ રાજકોટના જસદણમાં લહજેહાદનો કિસ્સો સામે આવ્યો છે, જ્યા 16 વર્ષીય કિશોરીને વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. તો બીજી તરફ છોટા ઉદેપુરમાં શિક્ષકે ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની છેડતી કરી હતી. 

અંકલેશ્વર પડોશીએ યુવતી સાથે આચર્યું દુષ્કર્મ

અંકલેશ્વરમાં પાડોશમાં જ રહેતા પરણિત યુવકે 17 વર્ષીય કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સોમવારે સામે આવી હતી. જ્યારે કિશોરીને પેટમાં દુ:ખાવો ઉપડતાં માતા તેને હોસ્પિટલ લઈ ગઈ છે. જ્યાં તપાસમાં કિશોરીને બે મહિનાનો ગર્ભ હોવાનો ખુલાસો થયો હતો. ત્યારબાદ કિશોરીએ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા આરોપી ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે તેને આજે સુરતથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

આ પણ વાંચો: પહેલા ‘નિર્ભયા’ અને હવે ‘અપરાજિતા’, મહિલાઓ સામેના જઘન્ય ગુના પછી કાયદા બદલાયા પણ...

આટકોટમાં વિધર્મીએ કિશોરી પર આચર્યું દુષ્કર્મ

રાજકોટના જસદણ નજીક આવેલા આટકોટમાંથી આજે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક વિધર્મી યુવકે 16 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ કિશોરીને બ્લેકમેઈલ કરી રહ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. સરફરાજ નામનો યુવકે સોશિયલ મીડિયાના માધ્યમથી કિશોરીના સંપર્કમાં આવ્યો હતો અને તેને લગ્ન કરવાની લાલચ આપી હોવાનું સામે આવ્યું છે. 

આ પણ વાંચો: યુવતીના લગ્ન નક્કી થતાં પ્રેમીએ ભાવિ પતિને ફોટા મોકલી લગ્ન તોડાવ્યા, બળાત્કાર ગુજાર્યો

છોટા ઉદેપુરમાં શિક્ષકે વિદ્યાર્થિનીની કરી છેડતી

છોટા ઉદેપુરની સરકારી શાળાના એક શિક્ષકે રવિવારે ધોરણ 9માં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થિનીની છેડતી કરી હતી. જેને લઇને શિક્ષકને સસ્પેન્ડ કરવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ સમગ્ર શિક્ષણ જગતને કલંક લગાડ્યું છે.

સલામતીના દાવા વચ્ચે નવરાત્રિમાં 6 છેડતી અને 3 બળાત્કારની ઘટનાઓ

નવરાત્રિ દરમિયાનમાં મોડે સુધી ગરબા રમાવાની છૂટ આપી હતી ત્યારે નવરાત્રિ દરમિયાન ગરબાના સ્થળે યુવતીઓ સાથે છેડતીની 16 જેટલી ઘટના સામે આવી હતી, જ્યારે 3 જેટલી બળાત્કારની ઘટનાઓ સર્જાઇ હતી. યુવતી- મહિલાઓ લુખ્ખા તત્ત્વોના ભય વિના ગરબા રમી શકે તેવું ‘જડબેસલાક’ આયોજન કર્યાના ગૃહ વિભાગ-પોલીસ ખાતાના દાવા પોકળ સાબિત થયા હતા. તેમછતાં સરકાર દ્વારા દાવા કરવામાં આવે છે કે ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે. 

આ પણ વાંચો: બે-બે સંતાન ધરાવતા માતા-પિતા પ્રેમમાં પડ્યા, પ્રેમીએ લગ્નનો ઇનકાર કરતા બળાત્કારની ફરિયાદ

ઓક્ટોબર મહિનામાં દુષ્કર્મની 10 ઘટના

ઓક્ટોબર મહિનામાં સુરત, વડોદરા, રાજકોટ, ભુજ, ધાંગ્રધા, મહેસાણા, સુરન્દ્રનગર, બોરસદ સહિતના શહેરોમાં દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. ભાયલીમાં સામૂહિક દુષ્કર્મની ઘટના પહેલા દાહોદમાં પાંચ વર્ષની માસુમ બાળકીને શાળાના નરાધમ આચાર્યએ જ હવસનો શિકાર બનાવી તેની હત્યા કરી નાંખી હતી. સુરેન્દ્રનગરમાં નશામાં ધૂત એક વ્યક્તિએ પાંચ વર્ષની માસુમ બાળકીને પીંખી નાંખી હતી. મહેસાણામાં એક સગીરા પર હોટલ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તો ઉત્તર ગુજરાતમાં જ એક ભૂવાએ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં ભાજપ યુવા મોરચાના મંત્રીની સંડોવણી બહાર આવી હતી. 

ગુજરાતમાં બળાત્કારના કેસ 

2023માં 2,209 બળાત્કાર 

2022માં 2,239 બળાત્કાર

2021માં 2,076 બળાત્કાર 

ગુજરાતમાં ક્યાં છે બહેન-દીકરીઓ સુરક્ષા? 

જો કાયદો કડક છે તો પછી હૈવાનો કેમ બેખૌફ બન્યા છે? રાજ્યમાં કેમ આવી ઘટનાઓ બની રહી છે? ગણ્યા ગાંઠ્યા અને આંગળીના વેઢે ગણી શકાય એવા કેસમાં કડક પગલાં ભરાય છે. અને મહિલાઓની સુરક્ષાનો મુદ્દો બનાવી ખોબલે ખોબલે વોટ મેળવવામાં આવે છે. જો એકાદ બે ઘટનામાં ગણતરીના કલાકોમાં પોલીસ આરોપી પકડી પાડતી હોય તો દરેક ક્રાઇમ કેસને આ પ્રકારની પેટર્નથી કેમ સોલ્વ કરવામાં નથી આવતા? 

ગૃહ રાજ્યમંત્રી કેમ નક્કર સિસ્ટમ ઉભી નથી કરતાં કે જેના લીધે ગણતરીના કલાકોમાં દરેક ગંભીર ગુનો ઉકેલાઈ જાય. અને ગુનેગારોને કડક કાર્યવાહીનો ડર રહે. વારંવાર કહેવામાં આવે છે કે મહિલાઓ માટે સમગ્ર દેશમાં સૌથી સુરક્ષિત રાજ્ય ગુજરાત છે. આ માત્ર ભારતીય જનતા પાર્ટીના નિર્ણાયક નેતૃત્વના કારણે શક્ય બન્યું છે. પરંતુ જ્યારે રાજ્યમાં સતત દુષ્કર્મ ઘટનાઓ વધતી જોઈને સરકારના તમામ દાવાઓ પોકળ લાગે છે. ભાજપના રાજમાં કાયદો વ્યવસ્થા જાણે પડી ભાંગી હોય તેવુ ચિત્ર ઊપસ્યું છે. છતાં સરકારના પેટનું પાણીય હલતું નથી. 


Google NewsGoogle News