Get The App

મેટ્રોમાં મુસાફરી કરતા અમદાવાદ-ગાંધીનગરના લોકોને રાહત, હવે મોટેરાથી ટ્રેન નહીં બદલવી પડે

Updated: Feb 14th, 2025


Google NewsGoogle News
Metro between Ahmedabad-Gandhinagar


Metro between Ahmedabad-Gandhinagar: અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રોમાં મુસાફરી કરનારા માટે વધુ રાહતના સમાચાર છે. હવે મુસાફરોએ સેક્ટર-1 અથવા ગિફ્‌ટ સિટી જવા માટે મોટેરા સ્ટેડિયમ કે જીએનએલયુ ખાતે ટ્રેન બદલવાની જરૂર નહીં રહે. 

15 ફેબ્રુઆરીથી એપીએમસી-વાસણાથી ટ્રેન બદલ્યા વિના સીધા જ સેક્ટર-1 જઇ શકાશે

 અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનનો ગયા વર્ષે 16 સપ્ટેમ્બરથી પ્રારંભ થયો હતો. એ વખતે અમદાવાદથી ગાંધીનગર જવા માટે મોટેરા સ્ટેશનથી ટ્રેન બદલવી પડતી હતી. પરંતુ હવે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ડાયરેક્ટ કનેક્ટિવિટી સાથે મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી વધારવાની મંજૂરી મેટ્રો રેલ સેફ્‌ટી કમિશનર પાસેથી મળી ગઇ છે. જેના પગલે મુસાફરોએ સેક્ટર-1 અથવા ગિફ્‌ટ સિટી જવા માટે મોટેરા સ્ટેડિયમ કે જીએનએલયુ ખાતે ટ્રેન બદલવાની જરૂર નહીં પડે.  

ગિફ્‌ટ સિટી જવા હવે મોટેરાથી મેટ્રો નહીં બદલવી પડે   

જીએનએલયુ સ્ટેશન અને ગિફ્‌ટ સિટી ઓફિસ વચ્ચે બસ સેવા પણ દર 30 મિનિટે ઉપલબ્ધ રહેશે, જે પીડીઈયુ થઇને જશે. મોટેરાથી પ્રથમ ટ્રેન સવારે 8 વાગે રવાના થઇને સવારે 8:27ના જીએનએલયુ અને સવારે 8:43ના ગિફ્‌ટ સિટી જ્યારે ગિફ્‌ટ સિટીથી પ્રથમ ટ્રેન સવારે 9:03ના રવાના થઇને સવારે 9:20ના જીએનએલયુ-સવારે 9:46ના મોટેરા પહોંચશે. ગિફ્‌ટ સિટી માટે છેલ્લી ટ્રેન સાંજે 6:05 જ્યારે સેક્ટર-1 માટે છેલ્લી ટ્રેન સાંજે 6:40ની છે. 

મેટ્રોમાં મુસાફરી કરતા અમદાવાદ-ગાંધીનગરના લોકોને રાહત, હવે મોટેરાથી ટ્રેન નહીં બદલવી પડે 2 - image


Google NewsGoogle News