મોટેરાથી મહાત્મા મંદિર વચ્ચે 16 સપ્ટેમ્બર બાદ મેટ્રો દોડશે, જાણી લો રૂટ

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
મોટેરાથી મહાત્મા મંદિર વચ્ચે 16 સપ્ટેમ્બર બાદ મેટ્રો દોડશે, જાણી લો રૂટ 1 - image


Motera To Gandhinagar Metro Train : મોટેરાથી ગાંધીનગરના મહાત્મા મંદિર વચ્ચે સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી મેટ્રો ટ્રેન દોડતી થઇ જશે. આગામી 16-17 સપ્ટેમ્બરના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે તેમના દ્વારા આ રૂટનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16-17 સપ્ટેમ્બરના ગુજરાત પ્રવાસમાં રૂટનો પ્રારંભ કરાવી શકે છે. 

ગત મહિનાના પ્રથમ સપ્તાહમાં જ કમિશ્નર ઓફ મેટ્રો રેલ સેફ્‌ટી (સીએમઆરએસ) દ્વારા આ રૂટનું ઈન્સ્પેક્શન હાથ ધરાયું હતું. 15  ઓગસ્ટની આસપાસ જ આ રૂટનો પ્રારંભ થઇ શકે તેવી સંભાવના હતી. પરંતુ હવે વડાપ્રધાનના હસ્તે આ રૂટનું ઉદ્‌ઘાટન થશે. અલબત્ત, આ અંગે જીએમઆરસી દ્વારા હજુ કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી. પ્રાપ્ત વિગતો અનુસાર મહાત્મા મંદિરથી ગિફ્ટ સિટી વચ્ચેની મેટ્રો ટ્રેનની કામગીરી હજુ જારી છે અને તે રૂટ આ વર્ષના અંત સુધીમાં શરૂ થવાની સંભાવના હાલ નહિવત્‌ છે. 

મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગરના સેક્ટર-1 (ઈન્દ્રોડા સર્કલ)ના ફેઝ-2ની ટ્રાયલ ફેબુ્રઆરીમાં જ પૂરી કરી દેવાઇ હતી. જેના માટે નર્મદા કેનાલ ઉપર 300 મીટરના કેબલ બ્રિજનું પણ નિર્માણ કરાયું છે. ફેઝ-2માં કુલ 28.24 કિલોમીટરનો રૂટ છે. જેમાં 22.84 કિલોમીટર મોટેરાથી મહાત્મા મંદિર કોરિડોર, 5.42 કિલોમીટર મંદિર-જીએનએલયુ-ગિફ્ટ સિટી કોરિડોરનો સમાવેશ થાય છે. મોટેરાથી મહાત્મા મંદિર વચ્ચે કુલ 20 જ્યારે અને જીએનએલયુ-ગિફ્ટ સિટીના બે સ્ટેશન હશે. 

મોટેરાથી મહાત્મા મંદિર સુધીમાં કયા સ્ટેશન આવશે...

કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, જૂનું કોબા, કોબા ગામ, જીએનએલયુ, પીડીપીયુ, ગિફ્ટ, રાયસણ, રાંદેસણ, ધોળા કુવા સર્કલ, ઈન્ફોસિટી, સેક્ટર-1, સેક્ટર-10એ, સચિવાલય, અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24, મહાત્મા મંદિર. 


Google NewsGoogle News