અમદાવાદ અને ભરૂચમાંથી લાખો રૂપિયાનું MD ડ્રગ્સ પકડાયું, ત્રણ લોકોની ધરપકડ

બાપુનગરમાં194 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કરીને બે લોકોની ધરપકડ કરાઈ

ભરૂચના વાલિયા ટાઉનમાંથી 3 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
અમદાવાદ અને ભરૂચમાંથી લાખો રૂપિયાનું MD ડ્રગ્સ પકડાયું, ત્રણ લોકોની ધરપકડ 1 - image



અમદાવાદઃ (Gujarat)ગુજરાતમાં નશાખોરીનો વેપાર બેફામ પણે વધી રહ્યો છે. (Police)અમદાવાદ અને ભરૂચમાંથી લાખો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.અમદાવાદના બાપુનગરમાંથી (Ahmedabad SoG)19.41 લાખની કિંમતનું 194 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કરીને બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. (Drugs)જયારે ભરૂચના વાલિયા ટાઉનમાંથી 3 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 

SOGએ 19.41 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપ્યું

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં પોલીસ નશાખોરીને ડામવા માટે સક્રિય થઈ ગઈ છે. ત્યારે SOG ક્રાઇમને બાતમી મળી હતી કે બાપુનગર પાસેથી ડ્રગ્સ લઇને બે શખ્સો પસાર થવાના છે. બાતમીને આધારે SOGએ આ બંને લોકોને પકડીને તેમની પાસેથી 194 ગ્રામ MD ડ્રગ્સ ઝડપી લીધુ છે. ડ્રગ્સ સાથે સાદિક ઉર્ફે બાબુ અંસારી અને રૂકસાનાબાનું ઉર્ફે આઇશા અંસારીની ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીની પુછપરછમાં સામે આવ્યુ છે કે તેમને ડ્રગ્સ આપનાર મુંબઇનો વોન્ટેડ આરોપી છે. મુંબઇથી ડ્રગ્સ લાવીને અમદાવાદમાં જુદા જુદા વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરવાના હતા.

એક વર્ષમાં 6500 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું

બીજી તરફ ભરૂચના વાલીયા ટાઉનમાંથી સીઆઈડી ક્રાઈમે દરોડા પાડીને ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ કર્યો હતો. ત્રણ કિલોથી વધુ ડ્રગ્સ ઝડપીને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી ડ્રગ્સ ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તેવી પુછપરછ હાથ ધરી છે. જેમાં સંડોવાયેલા અનેક લોકોના નામ સામે આવે તેવી શક્યતાઓ છે. એક રીપોર્ટ પ્રમાણે રાજ્યમાંથી એક વર્ષમાં 6500 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. 


Google NewsGoogle News