Get The App

નારોલમાં પોણા છ લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે આરોપી પકડાયો

પૂર્વ વિસ્તારમાં યુવાપેઢીને નશાના રવાડે ચઢાવવા માદક પદાર્થોનું ધૂમ વેચાણ

બે જણા સામે ગુનો નોંધી તપાસ શરુ કરી

Updated: Jan 17th, 2025


Google News
Google News
નારોલમાં  પોણા છ લાખના એમ.ડી.  ડ્રગ્સ સાથે આરોપી પકડાયો 1 - image

અમદાવાદ, શુક્રવાર

 પૂર્વ વિસ્તારમાં વટવા અને ઇસનપુર તથા નારોલમાં છેલ્લા કેટલાક સમયથી યુવાપેઢીને નશાના રવાડે ચઢાવવા માટે ચરસ ગાંજા સહિત માદક દ્વવ્યોનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. નારોલ પોલીસે ચોક્કસ બાતમી આધારે ગઇકાલે મોડી રાતે નારોલ કર્ણાવતી પોલીસ ચોકી પાસે કેનાલ નજીક વોરા બિલ્ડીંગ સામેથી એક શખ્સને રૃા. ૫.૭૬,૫૦૦ના ૫૭ ગ્રામ ૬૫૦ મીલી ગ્રામના એમ.ડી.ડ્રગ્સ સાથે ઝડપી પાડીને બે જણા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ડ્રગ્સ વેચાવા આવવાનો હોવાની બાતમી આધારે પોલીસે વોચ ગોઠવીને એક આરોપીને રંગેહાથ ઝડપી પાડી બે જણા સામે ગુનો નોંધી તપાસ શરુ કરી

નારોલ પોલીસને બાતમી મળી હતી કે એક શખ્સ ડ્રગ્સ વેચવા માટે આવવાનો છે જેને લઇને પોલીસે વોચ ગોઠવીને હતી અને નારોલ કર્ણાવતી પોલીસ ચોકી પાસે કેનાલ નજીક વોરા બિલ્ડીંગ સામેથી નારોલમાં વોરા બિલ્ડીગ પાસે આમેના રેસિડેન્સીમાં રહેતા મોહસીન ઉર્ફે કાલીયા ઝહીર અહેમદશ શેખને શંકા આધારે પકડી પાડયો હતો અને તેની અંગ ઝડતી   લેતા તેની પાસેથી રૃા. ૫.૭૬,૫૦૦ના ૫૭ ગ્રામ ૬૫૦ મીલી ગ્રામના એમ.ડી.ડ્રગ્સ સાથે ઝડપી પાડયો હતો અને તેની પાસેથી કુલ ૬,૪૧,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

નારોલ પીઆઇ પી.સી.દેસાઇના જણાવ્યા મુજબ આરોપીની ધરપકડ કરીને તેની સામે તથા ઇમરાન સામે ગુનો નોધ્યો હતો પોલીસ તપાસમાં આરોપી નારોલમાં પ્રોહીબિશનના બે તથા વટવા સહિત પાંચ ગુના તેની સામે નોધાયેલા છે અને તે ૨૦૨૦માં પાસા હેઠળ રાજકોટમાં જેલ જઇ આવેલો છે.


Tags :
Ahmedabadacrimeprav

Google News
Google News