સાવરકુંડલામાં તસ્કરોએ પહેલાં માતાજીના દર્શન કર્યા અને પછી આભૂષણો ઉઠાવી ગયા
Robbery in Temple: રાજ્યમાં ચોરી અને લૂંટના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે સાવરકુંડલાના નવી આંબરડી ગામે આવેલા માતાજીના મંદિરમાં ત્રણ તસ્કરો ત્રાટક્યા હતા. મંદિરમાં ઘૂસીને માતાજીના આભૂષનોની ચોરી કરી હતી અને લોકર તોડવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સાવરકુંડલાના નવી આંબરડી ગામે આવેલા ખોડીયાર માતાજીના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઇ શકાય છે ત્રણ તસ્કોર ચોરીના ઇરાદે મંદિરમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ તસ્કરો માતાજીની મૂર્તિ પરથી બે સોનાની નથ અને બુટીની ચોરી કરી હતી. ચોરી કરતાં પહેલાં તસ્કરોએ પહેલાં માતાજીના દર્શન કર્યા હતા, ત્યારબાદ લોકર તોડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ લોકર ખુલ્યું ન હતું અને નકલી આભુષણો ઉપાડી ગયા છે.
આ ઉપરાંત મંદિર પરિસરમાં પાર્ક કરેલું પૂજારીનું બાઇક તસ્કરો ઉપાડી ગયા હતા. આ ચોરીના બનાવની જાણ થતાં સાવરકુંડલા રૂલર પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.