શામળાજીમાં બંધ ફેક્ટરીમાં ભીષણ આગમાં 60 ટેન્કર બળીને ખાખ, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે

અસાલ GIDCમાં છેલ્લા 4 મહિનાથી બંધ ઈક્કો વેસ્ટ નામની કેમિકલ ફેક્ટરીમાં લાગી આગ

આ આગ ક્યા કારણોસર લાગી છે તેની માહિતી સામે આવી નથી

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
શામળાજીમાં બંધ ફેક્ટરીમાં ભીષણ આગમાં 60 ટેન્કર બળીને ખાખ, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે 1 - image
Image : IANS

fire broke out in Shamlaji : શામળાજીમાં એક બંધ ફેક્ટરીમાં ભીષણ આગ (massive fire) લાગવાની ઘટના બની છે, ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરુ કર્યો હતો, હાલ સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

ફેક્ટરી છેલ્લા ચાર મહિનાથી બંધ હતી

અરવલ્લીના શામળાજીની અસાલ  GIDCમાં છેલ્લા ચાર મહિનાથી બંધ ઈક્કો વેસ્ટ નામની કેમિકલ ફેક્ટરી (chemical factory)માં આગ લાગી હતી જેમાં 60થી વધુ કેમિકલ ભરેલા ટેન્કરો બળીને ખાખ થઈ ગયા હતા. આ ભીષણ આગને કાબુમાં લેવા માટે ગાંધીનગર, મહેસાણા, હિંમતનગર, ઈડરથી ફાયર વિભાગની ટીમો (Fire department)ને બોલવવામાં આવી છે. હાલ આ આગ ક્યા કારણોસર લાગી છે તેની માહિતી સામે આવી નથી. આ આગની એટલી વિકરાળ હતી કે દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા (plumes of smoke) દેખાઈ રહ્યા હતા. આ ફેક્ટરી બંધ હોવાથી અને અંદર કોઈ માણસ ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. આગને કારણે કંપનીને મોટા પાયે નુકસાન થયાનો (suffered massive losses) અંદાજ છે. આ આગ લાગતા આજુબાજુની ફેક્ટરીના લોકોમાં ફફડાટ (were shocked) ફેલાયો હતો. 

શામળાજીમાં બંધ ફેક્ટરીમાં ભીષણ આગમાં 60 ટેન્કર બળીને ખાખ, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે 2 - image


Google NewsGoogle News