અમદાવાદમાં રિવરફ્રન્ટ પર યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો, વીડિયો બનાવી પતિ પર આક્ષેપ કર્યા

લફરાબાઝ પતિ અને સાસરિયાઓના ત્રાસથી નદીમાં ઝંપલાવ્યું પણ ક્રૂઝના સ્ટાફે યુવતીને બચાવી લીધી

લફરાબાઝ પતિ અને સાસરિયાઓના ત્રાસથી નદીમાં ઝંપલાવ્યું પણ ક્રૂઝના સ્ટાફે યુવતીને બચાવી લીધી

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
અમદાવાદમાં રિવરફ્રન્ટ પર યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો, વીડિયો બનાવી પતિ પર આક્ષેપ કર્યા 1 - image



અમદાવાદઃ (Ahmedabad)શહેરમાં આયેશા નામની પરિણીતાએ વીડિયો બનાવીને સાબરમતિ નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો હોવાનો બનાવ ખૂબ ચર્ચામાં હતો. પરંતુ હવે ફરીવાર એક પરીણિતાએ રિવરફ્રન્ટ પર આપઘાતનો પ્રયાસ કરતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી.(sabarmati river) પતિના ત્રાસથી કંટાળીને યુવતી રિવરફ્રન્ટ પર આવી હતી અને એક વીડિયો બનાવીને તેના પતિને મોકલ્યો હતો. (riverfront)ત્યાર બાદ આપઘાત કરવાનો પ્રયાસ કરતાં લોકોએ (police)તેને બચાવી લીધી હતી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. 

યુવતીને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં 

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના જુહાપુરામાં રહેતી યુવતીએ આપઘાત પહેલાં એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં તેના પતિ પર તેણે અનેક પ્રકારના આક્ષેપ કર્યા હતાં. તેણે પતિના અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ હોવા અને અન્ય પુરૂષો સાથે શારીરિક સંબંધ માટે તેનો પતિ દબાણ કરતો હોવાનો પણ તેણે આક્ષેપ કર્યો હતો. તેણે આ વીડિયો બનાવીને તેના પતિને મોકલ્યો હતો. ત્યાર બાદ આપઘાતનો પ્રયાસ કરતાં જ તેને રિવરફ્રન્ટ પર રહેલા ક્રૂઝના કર્મચારીઓએ બચાવી લીધી હતી. હાલમાં યુવતીને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળીને નદીમાં ઝંપલાવ્યું

પોલીસે તેની પુછપરછ કરતાં પરીણિતાએ કહ્યું હતું કે, તેનું પિયર જુહાપુરા અને સાસરી દાણીલીમડામાં છે. તેણે આ પગલું ભરતા પહેલા તેણે એક વીડિયો બનાવીને તેના પતિ ફારુક અંસારીને મોકલ્યો હતો. તે પછી આ વીડિયો અંગે તેની માતા યાસ્મીનબાનુંને પણ જાણ થઇ હતી.પતિ પત્નીના વીડિયો બનાવીને તેને બદનામ કરવાની ધમકી આપીને અન્ય યુવકો સાથે સંબંધ રાખવા દબાણ કરતો હોવાનો આરોપ મૂક્યો હતો. આ બાબતે તેણે તેની સાસરીમાં વાત કરી ત્યારે તેને તલાક લઇને અલગ થઈ જવા માટેનું કહી દેવાયું હતું. જેથી પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળીને નદીમાં ઝંપલાવ્યું હતું. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો, વીડિયો બનાવી પતિ પર આક્ષેપ કર્યા 2 - image


Google NewsGoogle News