કોરોના બાદ લગ્નજીવનમાં તકરારમાં ચિંતાજનક વધારો, ગુજરાતમાં દરરોજના 75થી વધારે કેસ
૫ વર્ષ ૨૦૨૩માં ફેમિલી કોર્ટમાં ૨૭ હજાર કેસ, બે વર્ષમાં ૫૦ કુલ ટકાનો વધારો
હાલમાં ૩૨ હજાર જેટલા કેસ પેન્ડિંગ
'જનમોજનમની આપણી સગાઈ હવે શોધે છે સમજણની કેડી, આપણા અબોલાથી ઝૂર્યા કરે છે હવે આપણે સજાવેલી મેડી...' મેઘબિંદુની આ પ્રખ્યાત ગુજરાતી રચના લગ્નસાગરમાં વધી રહેલી વમળની ઘટના માટે હાલમાં જાણે લાગુ પડી રહી છે. ગુજરાતમાં વિતેલા વર્ષ ૨૦૨૩માં ફેમિલી કોર્ટમાં લગ્ન જીવનમાં તકરારના ૨૭૧૯૪ કેસ નોંધાયા હતા. છેલ્લા બે વર્ષમાં જ લગ્ન જીવનમાં તકરારના કેસમાં ૫૦ ટકા જેટલો વધારો નોંધાયો છે.
ગુજરાતમાં આવેલી ૩૯ ફેમિલી કોર્ટમાં ૨૦૨૧માં ૧૮૫૦૮ કેસ ફાઈલ થયા હતા. આમ, દરરોજ કેસ ફાઇલ થવાનું પ્રમાણ ૫૧ જેટલું હતું. ફેમિલી કોર્ટમાં ૨૦૨૨માં ૨૪૯૧૦, ૨૦૨૩માં ૨૭૧૯૪ કેસ નોંધાયા હતા. આમ, ૨૦૨૩ની સ્થિતિએ ફેમિલી કોર્ટમાં દરરોજના ૭૫ કેસ નોંધાય છે. ફેમિલી કોર્ટમાં २०२१मां -- ૨૨૧૨૪, ૨૦૨૨માં ૨૬૫૫૭ અને ૨૦૨૩માં ૩૦૦૮૪ કેસનો નિકાલ થયો હતો. હાલ રાજ્યની ફેમિલી કોર્ટમાં ૩૧૯૫૪ કેસ પેન્ડિંગ છે. વર્ષ ૨૦૨૩માં ફેમિલી કોર્ટમાં સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં ઉત્તર પ્રદેશ ૨.૮૭ લાખ કેસ સાથે મોખરે, કેરળ ૮૪૯૧૦ સાથે બીજા અને પંજાબ ૬૮૭૧૧ કેસ સાથે ત્રીજા સ્થાને છે.
પશ્ચિમ બંગાળની ફેમિલી કોર્ટમાં ૨૦૨૩માં ૬૫૭ કેસ નોંધાયા હતા. આમ, અન્ય મોટા રાજ્યોની સરખામણીએ પશ્ચિમ બંગાળની ફેમિલી કોર્ટમાં કેસ નોંધાવવાનું પ્રમાણ ઓછું છે. સમગ્ર દેશની ૮૧૨ ફેમિલી કોર્ટમાં ૨૦૨૧માં ૪.૯૭ લાખ, ૨૦૨૨માં ૭. ૨૭ લાખ અને ૨૦૨૩માં ૮.૨૫ લાખ કેસ નોંધાયા હતા. વર્ષ ૨૦૨૩ની સ્થિતિએ દેશની ફેમિલી કોર્ટમાં ૧૧.૪૩ લાખ કેસ પેન્ડિંગ છે. ખાસ કરીને કોરોનાકાળ પછી સંબંધોમાં તણાવના અનેક કિસ્સા વધ્યા છે. લગભગ એક વર્ષ પહેલા હાઈકોર્ટે પણ છૂટાછેડાના વધતા બનાવ અંગે ચિંતા વ્યક્ત કરીને વકીલોને એવી સલાહ આપી હતી કે જો તમે એક લગ્નજીવન બચાવશો તો તે ૧૦૦ કેસ જીતવા બરાબર જ છે. ફેમિલી કોર્ટમાં આવતા કેસના ટ્રેન્ડ ચિંતાજનક છે. એક સમય હતો કે જ્યારે ૭૦% કેસ પતિથી થતી કનડગતના હતા. હવે પત્નીથી કનડગતના કેસમાં પણ વધારો થયો છે.
જાણકારોના મતે, કોરોના પછી છૂટાછેડા, ઝથડાનું પ્રમાણ વધ્યું છે. કોરોના પછી પરિવારની આ થક સંકડામણના કિસ્સા વધ્યા છે. વર્તમાન સમયમાં મહિલા અને પુરૂષની પ્રાથમિકતા બદલાઈ છે. મોબાઈલ, સોશિયલ મીડિયામાં વધુ પડતો સમય તણાવનું કારણ છે. સાસુ-સસરા સાથે અણબનાવના કિસ્સા વધ્યા છે. અમદાવાદની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના ૧૦ હજારથી વધુ કેસ પડતર હોવાનું મનાય છે.
ગુજરાતમાં લગ્નજીવન સંબંધિત તકરારના ફેમિલી કોર્ટમાં કેસ