અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટના કાળા બજારિયા, 6 ટિકિટ સાથે એકની ધરપકડ
Coldplay Concert In Ahmedabad: અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 25મી અને 26મી જાન્યુઆરીએ કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાશે. આ કોન્સર્ટની ટિકિટનું વેચાણ શરૂ થયા બાદ અમુક સમયમાં હજારો ટિકિટ વેચાઈ ગઈ હતી. ત્યારે હવે કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટના કાળા બજારિયા થતું હોવાનું બહાર આવ્યું છે. ચાંદખેડા પોલીસે અક્ષય પટેલ નામની વ્યક્તિને કોલ્ડપ્લેની છ ટિકિટ સાથે ઝડપી પાડ્યો છે, જે આ ટિકિટો ઊંચા ભાવે વેચીને કાળા બજારિયા કરતો હતો.
પોલીસે અક્ષય પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
મળતી માહિતી અનુસાર, ચાંદખેડા પોલીસે અક્ષય પટેલ નામના વ્યક્તિ પાસેથી કોલ્ડપ્લેની 6 ટિકિટ મળી આવી છે. જે 2500 રૂપિયાની 4 અને 4500 રુપિયાની 2 ટિકિટ મળી આવી છે. અક્ષય પટેલ આ 6 ટિકિટ ઊંચા ભાવે વેચી કાળા બજારિયા કરતો હોવાનું સામે આવ્યું હતું. હાવ પોલીસે અક્ષય પટેલની ધરપકડ કરી વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: હિમાચલમાં અમદાવાદી યુવતીનું પેરાગ્લાઈડિંગ દુર્ઘટનામાં મોત, પાઈલટ સારવાર હેઠળ
કોન્સર્ટના બે દિવસ માટે મુંબઇ-અમદાવાદ વચ્ચે દોડાવાશે બે ખાસ ટ્રેન
આ બંને ટ્રેન વહેલી સવારે 6:15 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પરથી ઉપડશે અને 25-26 જાન્યુઆરીએ બપોરે બે વાગ્યે અમદાવાદ પહોંચશે. આ જ ટ્રેન બીજા દિવસે અમદાવાદથી મોડી રાતે 1:40 વાગે ઉપડશે અને સવારે 8:40 વાગે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ બંને ટ્રેન બોરિવલી, વાપી, ઉધના, સુરત, ભરુચ અને વડોદરા સહિતના સ્ટેશનો પર ઊભી રહેશે.