Get The App

કર્તવ્ય પથ પર રજૂ કરાયેલા ગુજરાતના ટેબ્લોને દેશમાં નંબર-1 પર લાવવાની તક, આવી રીતે આપો મત

Updated: Jan 26th, 2025


Google NewsGoogle News
કર્તવ્ય પથ પર રજૂ કરાયેલા ગુજરાતના ટેબ્લોને દેશમાં નંબર-1 પર લાવવાની તક, આવી રીતે આપો મત 1 - image


Gujarat Tableau: ભારતમાં આજે 76મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. ત્યારે દિલ્હીમાં કર્તવ્ય પથ પર યોજાયેલી પરેડ અને વિવિધ કાર્યક્રમોમાં સૈન્ય તાકાતની સાથે વિવિધ મંત્રાલયો અને રાજ્યોની ઝાંખી રૂપે ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે આ પરેડમાં ગુજરાતના ટેબ્લોને પણ રજૂ કરવામાં આવ્યો હતો. આ ટેબ્લોને ફરી એકવાર દેશમાં નંબર-1 બનાવવા માટેની તક છે.

ગુજરાત દ્વારા 26મી જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલા ટેબ્લો ગુજરાત: આનર્તપુરથી એકતાનગર સુધી–વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમને તમે દેશમાં વિજેતા બનાવી શકો છો. ગુજરાતના ટેબ્લોને કર્તવ્ય પથ પર રજૂ કરાયેલી ઝાંખીમાં ટોપ પર લાવવા માટે વોટ આપવાનો રહેશે

આ રીતે આપ વોટિંગ કરી શકો છો

https://www.mygov.in/group-poll/vote-your-favourite-tableau-and-marching-contingent-republic-day-parade-2025/ લિંક ઉપર ક્લિક કરો.

•ત્યારબાદ રાજ્યોના ટેબ્લોની સૂચિ જુઓ, જેમાં ગુજરાત પાંચમાં ક્રમે છે, ત્યાં ટીક કરો.

•નીચે લીલા બટનમાં Log in to Participate પર ક્લિક કરો.

•ત્યારબાદ તમારા મોબાઈલ નંબર/ઇ-મેલ આઈડી લખો.

•જેથી એક OTP પ્રાપ્ત થશે.

•આ OTP લખતા થોડીવારમાં જ તમારો વોટ ગુજરાતને રજીસ્ટર થઇ જશે.

SMSથી વોટિંગ કરવા માંગતા હોય તો

SMS Syntax:* MYGOVPOLL<space>357026<comma>5

Send to 7738299899

વોટિંગ લિંક 26મી જાન્યુઆરી, 2025 રાત્રે 12:00 વાગ્યા સુધી જ ખુલી હોઈ, ભરપૂર વોટિંગ કરી ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવો.

કર્તવ્ય પથ પર રજૂ કરાયેલા ગુજરાતના ટેબ્લોને દેશમાં નંબર-1 પર લાવવાની તક, આવી રીતે આપો મત 2 - image


Google NewsGoogle News