મકતમપુરા વોર્ડના AIMIMનાં કોર્પોરેટરને ત્રીજુ સંતાન થતાં ગેરલાયક ઠેરવવા રજૂઆત કરાઈ
મ્યુનિસિપલ સેક્રેટરીએ કોર્પોરેટરને સાત દિવસમાં લેખિત ખુલાસો કરવા જાણ કરી
અમદાવાદ,મંગળવાર,18 માર્ચ,2025
અમદાવાદના મકતમપુરા વોર્ડમાંથી એ.આઈ.એમ.આઈ.એમ.ના કોર્પોરેટર
બનેલા મહંમદઝુબેર પઠાણને ત્રીજુ સંતાન થતાં કોર્પોરેટર પદેથી તેમને ગેરલાયક ઠેરવવા મ્યુનિસિપલ સેક્રેટરી અરુણ પંડયા સમક્ષ
રજૂઆત કરાઈ છે.મ્યુનિસિપલ સેક્રેટરીએ કોર્પોરેટરને આ અંગે સાત દિવસમાં લેખિત
ખુલાસો કરવા જાણ કરી છે.આ કોર્પોરેટરનું પદ જોખમમાં આવી ગયુ છે.આ અંગે
મ્યુનિ.કમિશનર અંતિમ નિર્ણય કરશે એમ સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.
મકતમપુરા વોર્ડમાંથી વર્ષ-૨૦૨૧માં ચૂંટણી લડીને કોર્પોરેટર
બનેલા એ.આઈ.એમ.આઈ.એમ.ના કોર્પોરેટર મહંમદઝુબેર અબ્દુલ મજીદખાન પઠાણને
ઓકટોબર-૨૦૨૪માં ત્રીજુ સંતાન થયું હોવાની પુરાવા સાથેની લેખિત ફરિયાદ મ્યુનિસિપલ
સેક્રેટરીને કરવામાં આવતા રાજકીય વર્તુળોમાં આ બાબત ચર્ચાનો વિષય બનવા પામી છે.આ
અંગે મ્યુનિસિપલ સેક્રેટરીને પુછતાં તેમણે કહયુ,આ અંગે રજૂઆત મળી છે.કોર્પોરેટરને નિયત સમય મર્યાદામાં આ
અંગે લેખિત ખુલાસો કરવા જાણ કરાઈ છે.કોર્પોરેટર તરીકે ડિસ્કવોલીફાય કરવાનો નિર્ણય
લેવાની સત્તા મ્યુનિસિપલ કમિશનર પાસે છે.મ્યુનિસિપલ કોર્પોરેશન જે જી.પી.એમ.સી.એકટ
મુજબ ચાલે છે તેની કલમ-૧૦ની પ્રમાણે,
ગુજરાત સ્થાનિક સત્તામંડળોને લગતા સુધારા અધિનિયમ -૨૦૦૫ મુજબ બે કે તેથી વધુ
સંતાન ધરાવતી હોય તેવી વ્યકિતએ જેટલા બાળકો ધરાવતી હોય તે સંખ્યામાં વધારો ના થાય
ત્યાં સુધી ગેરલાયક ઠેરવી શકાય નહીં.