ગુજરાત અને રાજસ્થાનમાં ATS-NCBની મોટી કાર્યવાહી, ગાંધીનગરના પીપળજમાંથી પકડાઈ ડ્રગ્સની ફેક્ટરી
Drugs Factory Found In Gujarat: લોકસભા ચૂંટણી ટાણે ગુજરાત એટીએસ અને એનસીબીની ટીમે મોટી કાર્યવાહી કરી છે. ગુજરાતના એક અને રાજસ્થાનના બે સ્થળો પર એટીએસએ દરોડા પાડ્યા હતા. ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ છે. મેફિડ્રિન ડ્રગ્સ બનાવતી છથી વધુ ફેકટરીઓ પર કાર્યવાહી કરાઈ છે. જેમાં 25 કિલો એમડી ડ્રગ્સ સાથે 10થી વધુ આરોપીઓની ધરપકડ કરાઈ છે.
પીપળજ નજીક ડ્રગ્સ પ્રોસેસિંગ યુનિટ બનાવ્યું
મળતી માહિતી અનુસાર, એટીએસ અને એનસીબીની ટીમને ફેક્ટરીમાંથી ડ્રગ્સ અને કાચું ડ્રગ્સ પણ મોટી માત્રા મળી આવ્યું છે. પીપળજ નજીક ડ્રગ્સ પ્રોસેસિંગ યુનિટ બનાવ્યું હતું. ફેક્ટરીમાં અલગ અલગ ડ્રગ્સ માટેનું રો મટિરિયલ તૈયાર કરવામાં આવતું હતું. અહીંથી ડ્રગ્સ બનાવીને અન્ય રાજ્યો અને અન્ય દેશમાં મોકલતા હતા.