અમદાવાદથી ભાડે લીધેલી કાર વગે કરનાર ટોળકીનો મુખ્ય સાગરીત વડોદરામાં પકડાયો
image : Freepik
Vadodara Car Rent Scam : અમદાવાદમાં દોઢ વર્ષ પહેલા ભાડે લીધેલી કાર બારોબાર વગે કરનાર ટોળકીના મુખ્ય સાગરીતને વડોદરા પોલીસે ઝડપી પાડ્યો છે.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ગઈતા 16-8-2022 ના રોજ ઝુમ કાર મારફતે બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરી ચાર દિવસ માટે કાર ભાડે લીધા બાદ ટોળકીએ કારનું જીપીએસ બંધ કરી કાર બારોબાર વગે કરી દીધી હતી.
જે બનાવમાં વડોદરાના મોહમ્મદ ઉવેશ મોહસીન ખાન શેખ (મીરા એવન્યુ,ચિતારાવાડ, સુલતાનપુરા,વડોદરા)ની સંડોવણી ખુલી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે આજે આરોપીને ઝડપી પાડી અમદાવાદ પોલીસને સોંપવા માટે તજવીજ હાથ ધરી છે.