Get The App

વિજાપુરમાં 33 લોકોની તબિયત અચાનક લથડી, મીઠાઈ ખાવાથી થયું ફૂડ પોઈઝનિંગ, તંત્રમાં દોડધામ

Updated: Nov 7th, 2024


Google NewsGoogle News
વિજાપુરમાં 33 લોકોની તબિયત અચાનક લથડી, મીઠાઈ ખાવાથી થયું ફૂડ પોઈઝનિંગ, તંત્રમાં દોડધામ 1 - image


Food Poisoning: મહેસાણાના વિજાપુરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વિજાપુરના કોલવડામાં ટોપરાપાક ખાધા બાદ 33 લોકોને ઝાડા-ઉલટી થવા લાગી હતી. જેમાંથી 16 લોકોને તાત્કાલિક કુકરવાડાના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. આ સિવાય એક ચાર વર્ષના બાળકની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે. 

શું હતી સમગ્ર ઘટના? 

મહેસાણાના વિજાપુર તાલુકાના કોલવડા ગામે મંગળવારે (5 નવેમ્બર) હાઈસ્કૂલમાં પ્રસંગ રાખવામાં આવ્યો હતો. ઉજવણી બાદ ટોપરાપાક ગામના દેવીપૂજક સમાજમાં વહેંચવામાં આવ્યો હતો. બુધવારે દેવીપૂજક સમાજના લોકોએ આ ટોપરાપાક ખાધા બાદ એકાએક 33 લોકોને ઝાડા-ઉલટી થવા લાગી. 

આ પણ વાંચોઃ જામનગરના મહારાજા શત્રુશલ્યસિંહજીની તબિયત લથડી, ડોક્ટરોએ આપી ખાસ સલાહ

ચાર વર્ષના બાળકની સ્થિતિ ગંભીર

લગભગ 33 લોકોની એકસાથે તબિયત બગડવાના કારણે દોડધામ મચી ગઈ. જેમાંથી 16 લોકોને કુકરવાડાના કોમ્યુનિટિ હેલ્થ સેન્ટરમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. ટોપરાપાકથી ફૂડ પોઇઝનિંગની ઘટનામાં અનેક બાળકો પણ તેની ઝપેટમાં આવ્યાં હતાં. જેમાં એક ચાર વર્ષના બાળકની સ્થિતિ વધારે ખરાબ થતાં તેને વડનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યાં બાળકને દાખલ કરી સારવાર કરવામાં આવી રહી છે. 

આ પણ વાંચોઃ વિશ્વામિત્રીમાંથી પસાર થતી પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થતા લાખો લિટર પાણીનો વેડફાટ

આરોગ્યની ટીમે હાથ ધરી તપાસ

ફૂડ પોઇઝનિંગની ઘટનાની જાણ થતાં આરોગ્યની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આરોગ્યની ટીમે અનેક ઘરોમાં સર્વેલન્સની કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્યની ટીમ દ્વારા ટોપરાપાકના સેમ્પલ લઈને ચકાસણી માટે લેબમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 


Google NewsGoogle News