ગોંડલમાં મહંત સ્વામી મહારાજના હસ્તે ૩૭ યુવાનોને ભાગવતી દીક્ષા અપાઇ
વરિષ્ઠ સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં દીક્ષા મહોત્સવ યોજાયો
દીક્ષા ગ્રહણ કરનાર ૧૧ યુએસએ, ૨ કેનેડા, ૨ યુ. કે, ૩ આફ્રિકા, અને એક ઓસ્ટ્રેલિયાના યુવાનોનો સમાવેશ
અમદાવાદ, શુક્રવાર
બોચાસણ વાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થાના વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે ગોંડલ અક્ષર મંદિર ખાતે ૩૭ યુવાનો ભાગવતી દીક્ષા આપવામાં આવી હતી. આ પવિત્ર કાર્યક્રમમાં વરિષ્ઠ સંતો ,યુવાનોના પરિવારજનો, હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. બીએપીએસના તિર્થ ધામ ગોંડલ ખાતે પૂજ્ય મંહત સ્વામીએ ૩૭ યુવાનોને ભાગવતી દીક્ષા આપી હતી. સાંળગપુર મંદિર સ્થિત સંત તાલીમ કેન્દ્રમાં તાલીમ લઇને યુવાનોએ ખાસ યોગ્યતા પ્રાપ્ત કરી છે. દીક્ષા લેનાર યુવાનોમાં ૧ ડોક્ટર, ૧ પીએચડી, ૪ માસ્ટર ડીગ્રી, ૧૨ એન્જીનીયર, ૧૮ સ્નાતક અને ૧ અન્ય શાખાના ઉચ્ચ કારર્કિદી ધરાવે છે.
આ યુવાનો પૈકી ૧૧ અમેરિકાના, ૨ કેનેડાના, ૩ યુકેના,૩ આફ્રિકાના, ૧ ઓસ્ટ્ેલિયાના રહેવાસી છે. આમ, ૧૯ પાર્ષદો પરદેશના છે. ઉલ્લેખનીય છે કે મહંત સ્વામીના વરદ હસ્તે અત્યાર સુધીમાં ૩૨૨ સંતોને દિક્ષા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં હાલ બીએપીએસમાં ૧૨૨૦ સંતો વિદ્યામાન થયા છે. દિક્ષા મહોત્સવમાં યુવાનોના પિતાશ્રીઓને વરિષ્ઠ સંતો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
મહંત સ્વામી મહારાજે કહ્યું હતું કે દીક્ષાર્થી સાધુના માતા-પિતા ધન્યવાદને પાત્ર છે. તેમના સંતાનોને સેવામાં સમર્પિત કરી દીધા છે. સાધુનો માર્ગ સહેલો નથી. તપ, વ્રત, સેવા, ભક્તિ અને મન જીતવાનનું છે. આ બધુ સતપુરૂષને મળ્યા વિના પત્તો ન પડે. મહારાજ સ્વામીએ સ્વીકાર્યા છે.
તે મોટી પ્રાપ્તિ છે. સેવામાં આપણે મહારાજ સ્વામીને સાથે રાખવાના છે તો જીવન ધન્ય થઇ જાય.