Get The App

કુબેરગનરમાં મંદિર તૂટવાના ડરથી મહંતનો મંદિરમાં જ આપઘાત

સંતોષીમાતાનું મંદિર તૂટવાના ભયથી ડિપ્રેશનમાં હતા

ચાર વર્ષથી આવાસ યોજનામાં પારકા સાથે મળી પોતાના લડે છે

Updated: Mar 16th, 2025


Google News
Google News
કુબેરગનરમાં મંદિર તૂટવાના ડરથી  મહંતનો મંદિરમાં જ આપઘાત 1 - image

અમદાવાદ, રવિવાર

કુબેરનગરમાં સંતોષીનગર પાસે આવેલા સંતોષીમાતાના મંદિરના મહંતે મંદિરમાં જ ગળેફાસો ખાઇને આપઘાત કર્યો હતો. મૃતકે લખેલી ચિઠ્ઠીમાં મારાએ મારુ લૂંટવા નીત નવી જાળ બીછાવી, ચાર વર્ષથી આવાસ યોજનામાં પારકા સામે મળી પોતાના લડે છે. આ બનાવ  અગે સરદારનગર પોલીસે અકસ્માતે મોત નોંધીને પ્રાથમિક તપાસમાં સરકાર દ્વારા મંદિર પાસે આવેલા મકાનો તોડીને નવા બનાવવાની કામગીરી ચાલતી જેમાં મહંતને મંદિર પણ તૂટશે તેવો ડર સતાવતો હતો જેથી ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી હતી.

મારાએ મારુ લૂંટવા નીત નવી જાળ બીછાવી ચાર વર્ષથી આવાસ યોજનામાં પારકા સાથે મળી પોતાના લડે છે

 કુબેરનગરમાં સંતોષીનગર પાસે આવેલા સંતોષીમાતાના મંદિરમાં પુજારી તરીકે સેવા આપતા વૃદ્ધે આજે સવારે મંદિર પરિસરમાં છાપરા સાથે લોખંડની એન્ગલ સાથે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી હતી. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે મંદિરને તોડવા  માટે મ્યુનિસિપલ  તથા બિલ્ડર દ્વારા ટોર્ચર કરવામાં આવતું હતું. જેથી ડરના માર્યા મહંતે આ પગલું ભર્યુ હતું.

મૃતકે લખેલી ચિઠ્ઠીમાં આખી જીદગી બીજાના સુખ માટે જીવ્યો બાદલામાં મને દુખ દર્દ ધિક્કાર અને અપમાન જ પરત મળ્યાં, અમારા ઘર એક મંદિર સામા માળાને સ્વાર્થીઓએ વેર વિખેર કરી દીધો. સગા સંબંધીઓને ઉલ્લેખીને  લખ્યું કે મને માફ કરજો અધુરી લડાઇ છોડીને જાવું છું મારી આત્મા તમારી સાથે જ રહીને લડશે, સંતોષી માતાની સામાધિ સાચવજો.

Tags :
Ahmedabadcrime

Google News
Google News