Get The App

અમદાવાદ-મુંબઈ કોરિડોર પર દોડશે 'મેડ ઇન ઈન્ડિયા' બુલેટ ટ્રેન, 866 કરોડના ખર્ચે થશે તૈયાર

Updated: Jan 23rd, 2025


Google NewsGoogle News
અમદાવાદ-મુંબઈ કોરિડોર પર દોડશે 'મેડ ઇન ઈન્ડિયા' બુલેટ ટ્રેન, 866 કરોડના ખર્ચે થશે તૈયાર 1 - image


Bullet Train: આત્મ નિર્ભર ભારતના મોડેલ હેઠળ હવે કાગ ડોળે રાહ જોવાતી હાઈસ્પીટ બુલેટ ટ્રેન પણ ભારતીય બનાવટની લૉન્ચ થશે. જાપાન દ્વારા બુલેટ ટ્રેનના સંપાદનને લઈને અનિશ્ચિતતાને લઈને ભારતીય રેલવે દ્વારા આ પ્રયાસ હાથ ધરાયો છે. ભારતીય રેલવે અમદાવાદ-મુંબઈના 508 કિ.મીના કોરિડોર પર મહત્તમ પ્રતિ કલાક 280 કિ.મી અને પ્રતિ કલાક 250 કિ.મીની ઓપરેશનલ  સ્પીડે ભારતીય બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારી કરી રહ્યું છે. 

866 કરોડના ખર્ચે બનાવાશે બુલેટ ટ્રેન

ટોચના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગત સપ્તાહે નેશનલ હાઈસ્પીડ કોરિડોરે આ અંગેની મહત્ત્વની દરખાસ્ત રેલવે બોર્ડના ચેરમેન અને અન્ય વરિષ્ઠ સભ્યોને સુપરત કરી હતી. આ આયોજન મુજબ, સ્થાનિક સ્તરે 866 કરોડના ખર્ચે બનાવવામાં આવતી બુલેટ ટ્રેન 2023 થી 2033 દરમિયાન મહત્તમ 280 કિ.મીની ઝડપે દોડાવવામાં આવશે. જ્યારે જાપાનીઝ બુલેટ ટ્રેન 2033થી તેની કામગીરી શરૂ કરશે. 

આ પણ વાંચોઃ અમરેલીમાં અજાણ્યા વાહનની અડફેટે દીપડાનું મોત, વન વિભાગ દોડતું થયું, મોડી રાતે ઘટના બની હતી

પ્રતિ કોચ 27.86 કરોડ રૂપિયાનો થશે ખર્ચ

રેલવેએ આ સરકારી માલિકીની BEML (Bharat Earth Movers Limited) ભારતની સૌથી પહેલી બુલેટ ટ્રેન બનાવવાનો કોન્ટ્રાક્ટ સોંપી દીધો છે. જેને 866 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે. આ ટ્રેનમાં પ્રતિ કોચ દીઠ 27.86 કરોડ રૂપિયાનો ખર્ચ આશે. જ્યારે જાપાનીઝ બુલેટ ટ્રેનમાં પ્રતિ કોચ 46 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.

આ પણ વાંચોઃ કેન્દ્ર સરકાર દેશભરમાં ખોલશે 100 નવી સૈનિક શાળા, દીકરીઓને પણ મળશે પ્રવેશ, રાજનાથ સિંહની જાહેરાત

નોંધનીય છે કે, રેલવે ગુજરાતના બિલિમોરા અને સુરત વચ્ચે 50 કિ.મીમાં ભારતીય બનાવટની બુલેટ ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવશે. ભારતીય રેલવે આ ટ્રેક પર બે પ્રકારની સર્વિસ ચલાવવા ઈચ્છે છે. એક રેપિડ ટ્રેનમાં સુરત અને વડોદરા એમ બે જ સ્ટોપ હશે, જે અમદાવાદથી મુંબઈનો આખો પ્રવાસ બે કલાક અને સાત મિનિટમાં પૂરો કરશે. જ્યારે સ્લોઅર સર્વિસ બે કલાક અને 58 મિનિટમાં પ્રવાસ પૂરો કરશે. આ લાઇન પર કુલ 70 સર્વિસ દૈનિક ધોરણે ચાલશે. બંને બાજુએથી 35-35 સર્વિસ ચાલશે. પીક અવરમાં દર કલાકમાં ત્રણ સર્વિસ ચાલશે અને ઓફ-પીક અવરમાં પ્રતિ કલાક બે સર્વિસ ચાલશે. ટ્રેનની લંબાઈ 10 થી 16 કોચ હશે અને પ્રતિ ટ્રેન 1300 થી 1600 પેસેન્જર હશે. 



Google NewsGoogle News