મનોહરલાલ અને કુલદીંપ એમડી ડ્રગ્સ માટે અન્ય ફેક્ટરીઓ શરૂ કરવાના હતા

એમ ડી ડ્ગ્સ કેસમાં ઝડપાયેલા આરોપીઓની પુછપરછમાં મોટો ખુલાસો

કાચો માલ-સેટએપ તૈયાર કરીને ફેક્ટરીના સંચાલકને ૨૦ ટકા સુધીની ભાગીદારી આપતા હતાઃ તપાસમાં ઇડી અને ઇન્કમટેક્ષની ટીમ પણ જોડાશે

Updated: Apr 28th, 2024


Google NewsGoogle News
મનોહરલાલ અને કુલદીંપ એમડી ડ્રગ્સ માટે અન્ય ફેક્ટરીઓ શરૂ કરવાના હતા 1 - image

અમદાવાદ, રવિવાર

ગુજરાત એટીએસ દ્વારા ગાંધીનગરના પીપળજ ઉપરાંત, અમરેલી અને રાજસ્થાનના શિરોહી તેમજ જોધપુરમાં દરોડો પાડીને  કરોડો રૂપિયાના એમ ડી ડ્રગ્સ સાથે બે મુખ્ય સંચાલક સહિત ૧૩ લોકોને ઝડપી લીધા હતા.  હાલ આ સમગ્ર કેસની તપાસ એનસીબી દ્વારા શરૂ કરવામાં આવી છે. જેમાં મુખ્ય આરોપીઓની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે મનોહરલાલ અને કુલદીપસિંગ ગુજરાત અને રાજસ્થાનમાં એમ ડી  ડ્ગ્સ તૈયાર કરવા માટે અન્ય ફેક્ટરીઓ પણ શરૂ કરવાના હતા. જે માટે  જગ્યા પુરી પાડનાર વ્યક્તિને ૨૦ ટકા જેટલી ભાગીદારી પણ ઓફર કરતા હતા. સાથેસાથે રૉ મટિરિયલ અને મશીનરી સેટ પણ કરી આપવાની ખાતરી આપતા હતા. આમ, બંને જણા સાથે મળીને કરોડો રૂપિયાનું એમ ડી ડ્રગ્સ તૈયાર કરવાની મોટી યોજના બનાવી હતી. એટીએસના અધિકારીઓએ નાર્કોટીક્સ કંટેલ બ્યુરોની દિલ્હીની ટીમને સાથે રાખીને ગુજરાતમાં ગાંધીનગર નજીક પીપળજ તેમજ રાજસ્થાનના શિરોહી અને જોધપુરમાં  દરોડો પાડીને એમ ડી ડ્ગ્સ તૈયાર કરવા માટેની ચાર ફેક્ટરીઓમાંથી ૨૩૦ કરોડની કિંમતનું   એમ ડી ડ્રગ્સ ઝડપાયુ ંહતું. આ કેસમાં મુખ્ય માસ્ટર માઇન્ડ મનોહરલાલ એનાની અને ગાંધીનગરમાં રહેતો કુલદિપસિંગ રાજપુત સહિત ૧૩ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ મોટાપ્રમાણમાં ડ્રગ્સ તૈયાર કરીને વિદેશમાં પણ મોકલવતા હોવાની માહિતીની સાથે પોલીસને  કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારોની જાણકારી પણ મળી હતી. જેથી આ કેસની તપાસમાં એનસીબી ઇન્કમટેક્ષ વિભાગની સાથે ઇડીની પણ મદદ લેશે. સાથેસાથે આરોપીઓની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે તેમના દ્વારા ગુજરાત અને રાજસ્થાનમાં એમ ડી ડ્ગ્સ બનાવવા માટેની ફેક્ટરીઓ શરૂ કરવાની યોજના હતી. જેમાં તે અસામાજીક તત્વોને સાથે રાખીને તેમને જગ્યા પુરી પાડવાના બદલામાં મશીનરી ઇન્સ્ટોલ કરવાની સાથે રૉ મટિરિયલ મોકલવાની સાથે ૨૦ ટકા સુધીની ભાગીદારીની ઓફર કરતા હતા.  સુત્રોના જણાવ્યા મુજબ આ સંદર્ભમાં એનસીબીને કેટલાંક દસ્તાવેજો પણ મળી આવ્યા છે.

 બીજી તરફ વાપીની કંપનીમાંથી આવતા કેમીકલને  મંગાવવા માટે બનાવટી ઇનવોઇસ સાથે અન્ય સ્થળે ખોટા નામે ડીલેવરી લેવામાં આવતી હતી.


Google NewsGoogle News