Get The App

ગુજરાતમાં દિવાળીમાં પ્રદૂષણ વધતા ફેફસાંના દર્દી વધ્યા, નવેમ્બર-ઓક્ટોબરના બે જ માસમાં 38%નો વધારો

Updated: Dec 11th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં દિવાળીમાં પ્રદૂષણ વધતા ફેફસાંના દર્દી વધ્યા, નવેમ્બર-ઓક્ટોબરના બે જ માસમાં 38%નો વધારો 1 - image


Lung patients increase in Gujarat: નવરાત્રિથી દિવાળીના તહેવારો દરમિયાન એટલે કે ઓક્ટોબર-નવેમ્બરના બે માસમાં અમદાવાદ સહિત ગુજરાતમાં પ્રદૂષણનું પ્રમાણ વધતા ફેફસાના દર્દીઓ વધી ગયા છે. 108 એમ્બ્યુલન્સ સર્વિસના ડેટા પ્રમાણે, આ ગાળામાં એકલા અમદાવાદમાં ફેફસાના દર્દીઓ 32 ટકા અને સમગ્ર ગુજરાતમાં 38 ટકા વધ્યા છે.

અમદાવાદની વાત કરીએ તો વર્ષ 2023માં ઓક્ટોબરમાં 2267 અને નવેમ્બર 2023માં 3201 ફેફસાના દર્દી નોંધાયા હતા, જ્યારે વર્ષ 2024માં ઓક્ટોબરમાં 3201 અને નવેમ્બરમાં 2631 સુધી પહોંચ્યા છે. આમ, અમદાવાદમાં ગયા વર્ષે આ ગાળામાં કુલ 5468 દર્દી નોંધાયા હતા, જ્યારે આ વર્ષે આ જ સમયગાળામાં કુલ 5832 દર્દી નોંધાયા છે. આમ, અમદાવાદમાં ફેફસાના દર્દીઓમાં 31.98 ટકાનો વધારો થયો છે.

ગુજરાતમાં વર્ષ 2023માં ઓક્ટોબર અને નવેમ્બરમાં શ્વાસની તકલીફના દર્દીઓ અનુક્રમે 8602 અને 8149 નોંધાયા હતા. જ્યારે વર્ષ 2024માં ઓક્ટોબરમાં 12351 અને નવેમ્બરમાં 10789 ફેફસાના દર્દીઓ નોંધાયા છે. આમ ગત વર્ષની તુલનામાં આ વર્ષે ઓક્ટોબરમાં 43.58 ટકા અને નવેમ્બરમાં 32.40 ટકા દર્દી વધ્યા છે. હવે સમગ્ર ગુજરાતની વાત કરીએ. આમ, ગુજરાતમાં ગયા વર્ષે આ બે માસમાં 16751 દર્દી નોંધાયા હતા, જ્યારે આ વર્ષે આ આંકડો 23140 સુધી પહોંચ્યો છે. આ રીતે ગુજરાતમાં સરેરાશ 38.14 ટકા દર્દી વધ્યા છે. 

નિષ્ણાતોના મતે, નવરાત્રિથી દિવાળીના તહેવારો દરમિયાન પ્રદૂષણને લીધે શ્વાસની લેવાની તકલીફોમાં વધારો થાય છે અને દર્દીઓ વધે છે. ખાસ કરીને એલર્જિક બ્રોન્કાઈટિસના દર્દીઓમાં વધારો થયો છે. આવા દર્દીઓએ ઠંડીમાં માસ્ક, ટોપી અને મફલર પહેરવું જોઈએ. આ ઉપરાંત ધૂળ-ધુમાડા ધરાવતા સ્થળોએ જવાનું પણ ટાળવું જોઈએ.




Google NewsGoogle News