બેગ ચોરીની તપાસમાં ભાંડો ફૂટ્યોઃ આર્મી મેજરની ઓળખ આપીને 14 હિન્દુ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધનારા શેહબાઝની ધરપકડ

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
બેગ ચોરીની તપાસમાં ભાંડો ફૂટ્યોઃ આર્મી મેજરની ઓળખ આપીને 14 હિન્દુ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધનારા શેહબાઝની ધરપકડ 1 - image

Ahmedabad Crime News : કાલુપુર રેલવે સ્ટેશન પર અમુક દિવસ પહેલા હર્ષિત ચૌધરી નામના આર્મીના એક યુવકને ઝડપીને તપાસ કરતા તેણે બનાવટી નામ ધારણ કરીને મુસ્લિમ તરીકેની ઓળખ છુપાવીને અનેક સાથે છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી છે. આરોપીની પૂછપરછમાં તપાસ કરતા તેણે Shadi.com પર હર્ષિત ચૌધરી તરીકે ઓળખ આપીને હિન્દુ યુવતીઓને ફસાવીને સાથે શારીરિક સંબધ બાંધીને નાણાં પણ પડાવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Shadi.com પર હર્ષિતના નામે યુવતીઓને ફસાવતો :

કાલુપુર રેલવે સ્ટેશન પરથી પોલીસે બેગ ચોરીની આશંકાને આધારે હર્ષિત ચૌધરી નામના એક યુવકને ઝડપીને તપાસ કરતા તેની પાસે હર્ષિત ચૌધરીના નામનું આર્મીનું ઓળખ કાર્ડ, પાન કાર્ડ અને આધાર કાર્ડ તેમજ મોહમ્મદ ખાન નામના વ્યક્તિના આધાર કાર્ડ મળી આવ્યા હતા. આ અંગે શંકા જતા પોલીસે તેની ધરપકડ કરીને વધુ પૂછપરછ આદરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે હર્ષિત ચૌધરીનું સાચું નામ મોહમ્મદ શેહબાઝ મુસ્તાલઅલી ખાન (રહે. મૌલાના આઝાદનગર, શાહી મસ્જિદની બાજુમાં, અલીગઢ, યુપી) છે. તેની પાસેથી મળી આવેલા બનાવટી દસ્તાવેજના આધારે પોલીસે તેના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારબાદ તેને સાથે રાખીને અલીગઢ લઇ જવામાં આવ્યો હતો. 

ત્યાં પોલીસને જાણવા મળ્યું કે મોહમ્મદ શેહબાઝ હર્ષિત ચૌધરીનું નામ ધારણ કરીને Shadi.com માં યુવતીઓને લગ્ન માટે મળીને તેની સાથે લગ્ન કરવાની વાત કરીને નિયમિત મળતો હતો. બાદમાં તે યુવતીને મળીને તેની સાથે શારિરીક સંબધ બાંધતો હતો અને તેમની પાસેથી નાણાં પણ વસૂલતો હતો. મોહમ્મદ શેહબાઝ વિરૂદ્ધ યુપીના અલીગઢમાં એક યુવતીએ ફરિયાદ પણ નોંધાવી હતી.

બેગ ચોરીની તપાસમાં ભાંડો ફૂટ્યોઃ આર્મી મેજરની ઓળખ આપીને 14 હિન્દુ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધનારા શેહબાઝની ધરપકડ 2 - image

પ્રાપ્ત માહિતી અનુસાર શેહબાઝે જમ્મુ કશ્મીર, સિલિગુડી, ગુજરાત, મુંબઈ, દિલ્હી, અલીગઢ સહિત દેશમાં અલગ અલગ જગ્યાએ 14 હિન્દુ યુવતીઓને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી અને યુવતીઓ પાસેથી શારીરિક સંબંધ બાંધીને 50 લાખથી વધુ પૈસા પડાવ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે આરોપી ઘણાં સમય અગાઉ આર્મીમાં નોકરી કરતો હતો અને ત્યાં તેને મેડિકલ ગ્રાઉન્ડ ઉપર કાઢી મૂકવામાં આવ્યો હતો. છતાં આજદિન સુધી આરોપી યુવતીઓને પોતે મેજર હોવાની ઓળખ આપતો હતો.

આરોપીના અલીગઢમાં 2016માં એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન પણ થઇ ચૂક્યાં છે અને આ રિલેશનમાં તેને બે બાળકો પણ છે. આરોપીના ભાઈ એરફોર્સમાં અધિકારી છે જ્યારે પિતા નિવૃત્ત આર્મી અધિકારી છે. આ ઉપરાંત, પોલીસને હર્ષિત ચૌધરીના નામનું પંજાબ નેશનલ બેંકનું એકાઉન્ટ મળી આવ્યું હતું. આ એકાઉન્ટ હર્ષિતના બનાવટી દસ્તાવેજોને આધારે ખોલવામાં આવ્યું હતું. આ મામલે પણ બેંકના અધિકારીઓએ તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેણે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં શાદી. કોમના નામે અનેક યુવતીઓને ટાર્ગેટ કરી હોવાનું જાણવા મળ્યું હતું.


Google NewsGoogle News