Get The App

ગુજરાતમાં નોટાનું 10% ઈન્ક્રીમેન્ટ! જાણો કઈ-કઈ બેઠકો પર લોકોને ઉમેદવારો પસંદ ન આવ્યાં

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં નોટાનું 10% ઈન્ક્રીમેન્ટ! જાણો કઈ-કઈ બેઠકો પર લોકોને ઉમેદવારો પસંદ ન આવ્યાં 1 - image


Lok Sabha Elections Result 2024 | ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કુલ 2.88 કરોડ મત પડયા હતા અને તેમાંથી 4.59 લાખ મતદારોએ “નન ઓફ ધ અબોવ” (નોટા) ઉપર પસંદગી ઉતારીને તેમની સમક્ષ ઉપલબ્ધ તમામ ઉમેદવારોના વિકલ્પને જાકારો આપ્યો હતો.

“નોટાને મામલે એસટી બેઠક દાહોદ સતત બીજી લોકસભા ચૂંટણીમાં મોખરે રહ્યું હતું. 2019 માં 31936 જ્યારે 2024 માં 34935 મતદારોએ 'નોટા' ઉપર પસંદગી ઉતારી હતી. 'નોટા'માં અન્ય એક એસટી બેઠક છોટા ઉદેપુર 29655 સાથે બીજા સ્થાને છે. સૌથી વધુ ‘નોટા’માં બારડોલી 25542 સાથે ત્રીજા, ભરૂચ 23283 સાથે ચોથા અને બનાસકાંઠા 22160 સાથે પાંચમાં સ્થાને હતું. જામનગરની બેઠકમાંથી સૌથી ઓછા 11 હજાર લોકોએ નોટા ઉપ પસંદગી ઉતારી હતી. 2019ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી 400932 દ્વારા નોટા ઉપર પસંદગી ઉતારવામાં આવી હતી. 

ગુજરાતમાં નોટાનું 10% ઈન્ક્રીમેન્ટ! જાણો કઈ-કઈ બેઠકો પર લોકોને ઉમેદવારો પસંદ ન આવ્યાં 2 - image

ગુજરાતમાં નોટાનું 10% ઈન્ક્રીમેન્ટ! જાણો કઈ-કઈ બેઠકો પર લોકોને ઉમેદવારો પસંદ ન આવ્યાં 3 - image



Google NewsGoogle News