Get The App

એક સમયે કોંગ્રેસનો ગઢ મનાતા આણંદમાં ભાજપની હેટ્રિક, 89580 વોટથી કોંગ્રેસના દિગ્ગજની હાર

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
એક સમયે કોંગ્રેસનો ગઢ મનાતા આણંદમાં ભાજપની હેટ્રિક, 89580 વોટથી કોંગ્રેસના દિગ્ગજની હાર 1 - image


Lok Sabha Elections Result 2024 |  આણંદની લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મિતેશ પટેલનો ભવ્ય વિજય થયો છે. તેમની સામે કોંગ્રેસે અમિત ચાવડાને મેદાને ઉતાર્યા હતા. મિતેશ પટેલનો લલગભગ 89580 વોટથી વિજય થયો હતો. મિતેશ પટેલને 612291 વોટ મળ્યા હતા. જ્યારે અમિત ચાવડાને 522441 વોટ મળ્યા હતા. 

Tally Box

આ બેઠક પર એનસીપીના કારણે ત્રિપાંખિયો જંગ હતો 

ગુજરાતની આણંદ બેઠક પર લોકસભા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ હતો. આણંદ બેઠક પરથી ભાજપે મિતેશ પટેલ અને કોંગ્રેસે અમિત ચાવડાને ટિકિટ આપી હતી. થોડા દિવસ પહેલા એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત પટેલ (બોક્સી)એ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને આણંદ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. 

અહીં કોંગ્રેસની 11 અને ભાજપની ચાર વખત જીત 

આણંદ બેઠક પર વર્ષો સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. આ બેઠક પર 11 વખત કોંગ્રેસ અને ચાર વખત ભાજપની જીત થઈ છે. જો કે, કોંગ્રેસનો ગઢ રહેલી આણંદ બેઠક પર છેલ્લી બે ટર્મથી ભાજપના ઉમેદવાર જીત્યા છે, તો આ બેઠક પર ઈશ્વરભાઈ ચાવડા પાંચ વખત વિજેતા થયા હતા અને ભરતસિંહ સોલંકી સતત બે વખત જીત્યા હતા. જો કે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના મિતેશ પટેલ સામે ભરતસિંહ સોલંકીની હાર થઈ હતી. 

ગત લોકસભા ચૂંટણીમાં ભાજપની નો રિપીટ થિયરી 

આ બેઠક પર ભાજપે ગત લોકસભા ચૂંટણીમાં નો-રિપીટ થિયરી અપનાવીને ઉદ્યોગપતિ મિતેશ પટેલને ટિકિટ આપીને દિલીપ પટેલનું પત્તું કાપી નાખ્યું હતું. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ હારી જતા તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. ભરતસિંહના ઇનકાર બાદ કોંગ્રેસે અમિત ચાવડાને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે ભાજપે મિતેશ પટેલ રિપીટ કર્યા. એ જ અમિત ચાવડા છે જેમના દાદા ઈશ્વરભાઈ ચાવડા આણંદ બેઠક પર અનેક વખત લોકસભા ચૂંટણી જીત્યા છે. રસપ્રદ વાત એ છે કે, ઈશ્વરભાઈ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના સસરા હતા. હવે આણંદ લોકસભા બેઠક પર ફરી એક વખત ક્ષત્રિય અને પાટીદાર ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે. 

વર્ષ 1957 થી 2024 સુધીના આણંદ લોકસભા બેઠકના વિજેતા ઉમેદવાર

વર્ષ વિજેતા પક્ષ

1957 મણિબેન પટેલ કોંગ્રેસ

1962 નરેન્દ્રસિંહ મહિડા સ્વતંત્ર પક્ષ

1967 નરેન્દ્રસિંહ મહિડા કોંગ્રેસ

1971 પ્રવિણસિંહ સોલંકી કોંગ્રેસ

1977 અજીતસિંહ ડાભી કોંગ્રેસ

1980 ઇશ્વરભાઇ ચાવડા કોંગ્રેસ

1984 ઇશ્વરભાઇ ચાવડા કોંગ્રેસ

1989 નટુભાઇ મણિભાઇ પટેલ ભાજપ

1991 ઇશ્વરભાઇ ચાવડા કોંગ્રેસ

1996 ઇશ્વરભાઇ ચાવડા કોંગ્રેસ

1998 ઇશ્વરભાઇ ચાવડા કોંગ્રેસ

1999 દિપકભાઇ પટેલ ભાજપ

2004 ભરતસિંહ સોલંકી કોંગ્રેસ

2009 ભરતસિંહ સોલંકી કોંગ્રેસ

2014 દિલિપભાઇ પટેલ ભાજપ

2019 મિતેશ રમેશભાઇ પટેલ ભાજપ

2024 મિતેશ પટેલ ભાજપ 

એક સમયે કોંગ્રેસનો ગઢ મનાતા આણંદમાં ભાજપની હેટ્રિક, 89580 વોટથી કોંગ્રેસના દિગ્ગજની હાર 2 - image


Google NewsGoogle News