Get The App

કમલમના ઘેરાવનો ફિયાસ્કો, મતભેદના સંકેત, કરણી સેનાને ક્ષત્રિયોની કોર કમિટીએ સાથ ન આપ્યો

Updated: Apr 10th, 2024


Google NewsGoogle News
કમલમના ઘેરાવનો ફિયાસ્કો, મતભેદના સંકેત, કરણી સેનાને ક્ષત્રિયોની કોર કમિટીએ સાથ ન આપ્યો 1 - image


Lok Sabha Elections 2024 | કરણી સેનાએ કમલમનો ઘેરાવ કરવા એલાન કરતાં પોલીસ સતર્ક બની હતી. આ ઉપરાંત કમલમ તરફ જતા માર્ગો પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. કમલમ ઘેરાવના એલાનનો જાણે ફિયાસ્કો થયો હતો. પોલીસની કિલ્લેબંધીને કારણે દિવસ દરમિયાન કમલમ પર ચકલુંય ફરક્યું ન હતું. મહત્વની વાત એ છે કે, કરણી સેનાએ કમલમના ઘેરાવનું એલાન કર્યુ હતું પણ ક્ષત્રિય કોર કમિટીએ જ સહયોગ આપવાનું ટાળ્યુ હતું. આમ, ક્ષત્રિય આંદોલનમાં તડાં પડ્યા હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દરમિયાન, કરણીસેના અધ્યક્ષ રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટ પરથી જ અટકાયત કરવામાં આવી હતી. તે વખતે પોલીસ સાથે થોડીક બોલાચાલી થઇ હતી. 

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ છ ટિપ્પણી વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે. રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે કરણીસેનાએ કમલમનો ઘેરાવ કરવા એલાન કર્યું હતું. આ એલાનને પગલે ગાંધીનગર પોલીસ એકશન મોડમાં આવી હતી. એટલુ જ નહીં, ગાંધીનગરમાં ગૃહ વિભાગની તાકીદની બેઠક મળી હતી જેમાં સમગ્ર સ્થિતી પર ચાંપતી નજર રાખવા  એક્શન પ્લાન ઘડાયો હતો. જો કાયદો વ્યવસ્થા ખોરવાય તો સ્થિતી પર કાબૂ મેળવવા માટે કમલમ પર વરુણથી માંડીને વોટર કેનન પણ ગોઠવાયા હતાં. મહિલા પોલીસથી માંડીને સશસ્ત્ર પોલીસનો કાફલો કમલમ પર ૨ ખડકાયો ૧ હતો. કમલમ તરફ જતાં બધાય માર્ગો પર બેરિકેટ મૂકી દેવાયા હતાં. તમામ વાહનો પર નજર રાખવામાં આવી હતી. આ ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. 

દરમિયાન, કરણીસેના ગુજરાત અધ્યક્ષ રાજશેખાવત જયપુરથી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતાં જ્યાં તેમણે ફરી વિડિયો જારી કરીને આત્મ વિલોપનની ચિમકી ઉચ્ચારી હતી. જયારે શેખાવત એરપોર્ટની બહાર નીકળ્યાં ત્યા જ ક્રાઈમ બ્રાન્ચે તેમની અટકાયત કરી હતી. તે વખતે પોલીસ સાથે બોલાચાલી પણ થઈ હતી. કરણીસેના ઉપાધ્યક્ષ ઇન્દલસિંહ રાણાની પણ અટકાયત કરાઈ હતી. શેખાવતને એરપોર્ટથી સીધા જ સાયબર ક્રાઈમની ઓફિસે લઈ જવાયા હતાં. કરણીસેનાના અધ્યક્ષ-ઉપાધ્યક્ષની અટકાયત થતાં રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહસહિત ૫૦કાર્યકરો સાયબર ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યા હતાં જયાં પાંચેક જણાને શેખાવતને મળવા છૂટ અપાઈ હતી. પોલીસનું કહેવુ છેકે, લોકસભાની ચૂંટણીને પગલે કોડ ઓફ કન્ડક્ટ હેઠળ શેખાવતની અટકાયત કરાઈ છે. કપડવંજથી કમલમ જતાં ૫૦ જણાંને પોલીસે અટકાવ્યા હતાં.

ક્ષત્રિય આંદોલનમાં હવે બે ફાડચાં થયા હોય તેમ લાગી રહ્યું છે કેમકે, કમલમના ઘેરાવમાં ક્ષત્રિય કૌર કમિટી જ સાથ સહયોગ આપ્યો નું હતા. આખાય ગુજરાતમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં પણ કરણીસેનાના એલાન કર્યું છતાંય દિવસ દરમિયાન, કમલમ પર ચકલુંય ફરક્યું ન હતું. આખોય દિવસ ગાંધીનગરના માર્ગો પર વાહન વ્યવહાર પણ યથાવત રહ્યો હતો. કમલમ પર કઈ અજુગતુ થશે તેવું કશું જ થયુંનહી. આમ, ક્ષત્રિયોબે ભાગમાં વહેંચાયાં હોય તેમ લાગી રહ્યું છે. ભાજપ સરકાર ક્ષત્રિય આંદોલને અસફળ બનાવવામાં સફળ રહી છે તેવું ચિત્ર સ્પષ્ટ થયુ છે.

કમલમના ઘેરાવનો ફિયાસ્કો, મતભેદના સંકેત, કરણી સેનાને ક્ષત્રિયોની કોર કમિટીએ સાથ ન આપ્યો 2 - image


Google NewsGoogle News